GSTV
Crime Surat Trending ગુજરાત

રાજસ્થાન તરફથી રણજી ટ્રોફી રમી ચુકેલા પૂર્વ ક્રિકેટરની ધરપકડ, સુરતની યુવતીને કરતો હતો બ્લેકમેલ

રાજસ્થાન તરફથી રણજી ટ્રોફી રમી ચુકેલા પૂર્વ ક્રિકેટર અને હાલ જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે સુરતની યુવતી જોડે ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ અંગત પળોના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા સુરત સાયબર ક્રાઈમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમની તપાસમાં આરોપીએ હમણાં સુધી 96 હજાર જેટલી રકમ બ્લેકમેલ કરી પડાવી લીધી છે. જ્યારે યુવતીના સાંસારિક જીવનમાં ભંગાણ કરવાનો પણ યુવક દ્વારા પ્રયત્ન કરાયો હતો..

સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સુરતની યુવતી દ્વારા આશિષ જૈન નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવતીની ફરિયાદ મુજબ ફેસબુક મારફતે આશિષ જૈન જોડે તે સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. જ્યાં આશિષ જૈન દ્વારા યુવતી સાથેના અંગત પળોના ફોટો અને વિડિયો જે તે સમયે ઉતારી લેવામાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે રહેલી મિત્રતા પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું. પરંતુ યુવતીના લગ્ન થઈ ગયા બાદ આશિષ જૈન તેણીના અંગત પળોના ફોટો અને વીડિયો થકી અવારનવાર તેણીને બ્લેકમેલિંગ કરતો હતો. જ્યાં યુવતી પાસેથી 96 હજાર જેટલી રકમ પણ પડાવી લેવામાં આવી હતી. છતાં આશિષ જૈન ફેસબુક પર યુવતીને અવારનવાર મેસેજ કરી હેરાન-પરેશાન કરી રહ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ દ્વારા આરોપી આશિષ જૈન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન રાજસ્થાનના દેવગઢ તાલુકાના નારાણા ગામ ખાતેથી આરોપી આશિષ જૈનની સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આશિષ જૈન અગાઉ રાજસ્થાન તરફથી રણજી ટ્રોફી ક્રિકેટ મેચ પણ રમી ચુકયો છે. જ્યાં હાલ જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળે છે. સુરત સાયબર ક્રાઈમ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO:

Related posts

અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે

GSTV Web News Desk

28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો

GSTV Web News Desk

રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!

Hardik Hingu
GSTV