GSTV

ભૂતપૂર્વ કોંગ્રેસી પ્રવક્તા અને મોદીજીના પ્રધાન, જાણો એમ.જે અકબરની કહાની

મોબાસર જાવેદ અકબર એટલે કે મોદી સરકારમાં વિદેશ રાજ્ય પ્રધાન એમ.જે.અકબર જેમની પર યૌન ઉત્પીડનના આરોપ લાગ્યા છે. જે બાદ તેમને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પર મી ટુ કેમ્પેઈન હેઠળ 9 મહિલા પત્રકારોએ એમ.જે.અકબર પર યૌન ઉત્પીડનના આરોપ લગાવતાં રાજકીય ખળભળાટ મચ્યો હતો. મોટાભાગના આરોપ અકબર જ્યારે પત્રકારત્વ સાથે જોડાયેલા હતા ત્યારની તેમની સહકર્મીઓએ લગાવ્યા છે. ત્યારે અકબરની પત્રકારત્વની કારકીર્દી કેવી તે પણ તમારે જાણવું જોઈએ.

કેન્દ્રીપ્રધાન પહેલા હતા પત્રકાર અકબર

  • એમ.જે.અકબરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં કેન્દ્રીય પ્રધાન પરિષદમાં શામિલ કર્યા હતા.
  • 2012 પહેલા તેઓ લિવિંગ મીડિયા સમૂહ દ્વારા પ્રકાશિત ભારતના પ્રમુખ સાપ્તાહિક અંગ્રેજી સમાચાર પત્રિકા ઈન્ડિયા ટુડેના સંપાદકીય નિદેશક રહી ચૂક્યા છે.
  • આ દરમિયાન તેમને મીડિયા કંપનીઓના સંગઠન તથા અંગ્રેજી સમાચાર ચેનલ હેડલાઈન્સ ટુડેની દેખરેખ માટે વધારાની જવાબદારી મળી હતી.
  • એમ.જે.અકબર ધ ટેલીગ્રાફના સંપાદક પણ રહી ચૂક્યા છે.

પત્રકાર જગતમાં અકબરનો ડંકો

એક સમયે તો એવું પણ કહેવાતું હતું કે પ્રધાન અને મુખ્યપ્રધાન લોકો માનતા હતા કે અકબર તેમની કવર સ્ટોરી ન છાપે. કેમ કે કવર સ્ટોરી છપાય તો ખુરશી જતી રહે તેવો માહોલ બની ગયો હતો. તેમણે 2010માં સાપ્તાહિક સમાચાર પત્ર ધ સંડે ગાર્ડિયનનો શુભારંભ કર્યો હતો. તેઓ સતત તેના મુખ્ય સંપાદક રહ્યા હતા. આ પહેલા તેઓ દક્ષિણ ભારતના પ્રમુખ અંગ્રેજી પત્રિકા એશિયન એજના સંસ્થાપક અને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે તેના દૈનિક મલ્ટી સંસ્કરણ ભારતીય સમાચાર પત્રના પ્રબંધ નિદેશક પણ રહી ચૂક્યા છે.

તેઓ હૈદરાબાદના દૈનિક સમાચાર પત્ર ડેક્કન ક્રોનિકલના પણ મુખ્ય સંપાદક પણ રહી ચૂક્યા છે. તેઓ 2002માં નેશનલ ચેનલ સ્ટર ન્યૂઝ કે જે હાલ એબીપી ન્યૂઝ છે તેમાં અકબર કા દરબાર કાર્યક્રમ કરતાં હતા. એમ.જે.અકબક કથનાત્મ પત્રકારિત્વના બેતાજ બાદશાહ રહ્યા છે.

એમ.જે અકબરનો કોંગ્રેસી કાળ

એમ.જે.અકબર પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપ તેમના પત્રકારત્વ સમયના છે. અકબર ભલે હાલ મોદી સરકારમાં પ્રધાન પદે હોય. પરંતુ તેમની ગળથૂથી કોંગ્રેસની છે. કોંગ્રેસના કાળમાં તેઓ રાજનીતિમાં પ્રવેશ્યા હતા.

  • 1989માં કોંગ્રેસના ઉમેદવાર રૂપે પહેલી વખત બિહારના કિશનગંજથી લોકસભા માટે ચૂંટાયા હતા.
  • તેઓ કિશનગંજથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે.
  • સાથે જ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પ્રવક્તા પણ રહ્યા છે.
  • માર્ચ 2014માં તેઓ ભાજપમાં શામિલ થયા હતા.

પત્રકાર સાથે પુસ્તકકાર એમ.જે

અકબરે ઘણા પુસ્તકો લખ્યા છે. જેમાં જવાહરલાલ નહેરૂના જીવનની ધ મેકિંગ ઓફ ઈન્ડિયા અને કાશ્મીર પર આધારિત ધ સીઝ વિદિન ઘણી ચર્ચામાં રહ્યા હતા. તેઓ ધ શેડ ઓફ શોર્ડ અને અ કોહેસિવ હિસ્ટરી ઓફ જિહાદના પણ લેખક છે. તેમનું તાજેરતમાં પ્રકાશિત થયેલું પુસ્તક બ્લડ બ્રધર્સ છે. જેમાં ભારતની ઘટનાઓની જાણકારી અને ખાસ કરીને હિંદુ મુસ્લિમોમાં બદલાતા સંબંધો સાથે ત્રણ પેઢીની ગાથાનો ઉલ્લેખ છે. તેમનું ફ્રેટલી ડી સંગ પુસ્તક ઈતાલવીમા ભાષાંતર થયું છે. જે 15 જાન્યુઆરી 2008માં રોમમા લોકાર્પણ થયું હતું.

પાકિસ્તાન ઓળખનું સંકટ અને વર્ગ સંઘર્ષ પર આધારિત તેમનું પુસ્તર ટિંડરબોક્સઃ ધી પાસ્ટ એન્ડ ફ્યૂચર ઓફ પાકિસ્તાન જાન્યુઆરી 2012માં પ્રકાશિત થયું હતું.

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!