કોલસાકાંડ : કોલસા સચિવ સહિત 6ને થશે સજા, દિલ્હી કોર્ટેનો મોટો ચૂકાદો

કોલસા કાંડમાં ભૂતપૂર્વ કોલસા સચિવ સહીત છ આરોપીઓને દિલ્હીની કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ તમામ દોષિતોને કસ્ટડીમાં લીધા છે. દિલ્હીની એક અદાલતે શુક્રવારે ભૂતપૂર્વ કોલ સેક્રેટરી એચ. સી. ગુપ્તાને કોલસા કાંડના એક મામલામાં ભ્રષ્ટાચાર અને ગુનાહિત ષડયંત્રના આરોપો હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ મામલો પશ્ચિમ બંગાળમાં કોલ બ્લોકની ફાળવણી સાથે સંબંધિત છે. વિશેષ સીબીઆઈ કોર્ટના ન્યાયાધીશ ભરત પરાશરે ગુપ્તા સિવાયના ખાનગી કંપની વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડ, એક સેવારત અને એક સેવાનિવૃત્ત બ્યૂરોક્રેટ્સ કોલસા મંત્રાલયમાં ભૂતપૂર્વ સંયુક્ત સચિવ કે. એસ. ક્રોફા અને કોલસા મંત્રાલયના તત્કાલિન નિદેશક કે. સી. સામરિયાને આ મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

અદાલતે કંપનીના પ્રબંધક નિદેશક વિકાસ પટાની અને તેના અધિકૃત હસ્તાક્ષરકર્તા આનંદ મલિકને પણ દોષિત ઠેરવ્યા છે. આ મામલો પશ્ચિમ બંગાળમાં મોઈરા અને મધુજોર ઉત્તર-પશ્ચિમ કોલ બ્લોકોની વીએમપીએલને કરવામાં આવેલી ફાળવણીમાં કથિત અનિયમિતતા સાથે સંબંધિત છે. સીબીઆઈએ સપ્ટેમ્બર-2012માં આ મામલે એક એફઆઈઆર દાખલ કરી હતી. આ મામલે પાંચ દોષિતોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની સજા પર ત્રીજી ડિસેમ્બરે દલીલો રજૂ કરવામાં આવશે. દોષિતોને મહત્તમ સાત વર્ષની કેદની સજા થવાની સંભાવના છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા કોલ બ્લોક ફાળવણી મામલે અનિયમિતતાના મામલામાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડાને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. જસ્ટિસ ભરત પરાશરની કોર્ટે કોડાના નિકટવર્તિ વિજય જોશી, ભૂતપૂર્વ કોલ સચિવ એચ. સી. ગુપ્તા, ઝારખંડના તત્કાલિન મુખ્ય સચિવ એ. કે. બસુને પણ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.તેની સાથે જ મધુ કોડા અને જોશીને પચ્ચીસ-પચ્ચીસ લાખનો દંડ પણ ફટકાર્યો હતો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter