GSTV

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈની હાલત ખરાબ, અનેક અંગોએ કામ કરવાનું કર્યું બંધ

આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરુણ ગોગોઈના કેટલાય અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ આવી રહી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ શનિવારે આ જાણકારી આપી હતી. મંત્રીએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગોગોઈને તણાવ બાદ ગુવાહાટીની હોસ્પિટલમાં બે નવેમ્બરના રોજ ભરતી કરવામાં આવ્યા હતા.

ગોગોઈના સ્વાસ્થ્યની જાણકારી આપતા જીએમસીએચ હોસ્પિટલે પહોંચેલા સરમાએ કહ્યુ હતું કે, આજે બપોરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની હાલત વધારે ખરાબ થઈ હતી. એટલા માટે ડોક્ટર્સે તેમને ઈંટ્યૂબેશન વેંટિલેટર શરૂ કર્યું હતું. જે મશીન વેંટિલેશન છે. તેમણે કહ્યુ હતું કે, ગોગોઈ હાલમાં બેસૂધ છે. તથા તેમના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

સરમાએ વધુમાં જણાવ્યુ હતું કે, દવાઓ અને અન્ય સાધનોની મદદથી તેમના અંગોને સાજા કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ડોક્ટર્સ તેમને ડાયાલિસિસનો પ્રયાસ પણ કરી રહ્યા છે. જો કે, આગામી 48-72 કલાક તેમના માટે અતિ મહત્વના છે. તથા ડોક્ટર્સ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રીએ સાથે એમ પણ જણાવ્યુ છે કે, દિલ્હી એઈમ્સના નિષ્ણાંતો સાથે સતત સંપર્કમાં છે, તથાં ગોગોઈની હાલત એવી છે, કે, તેમને રાજ્ય બહાર અન્ય કોઈ હોસ્પિટલમાં ખસેડી પણ શકાય તેમ નથી.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!