GSTV
Home » News » મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર રચાય પહેલાં જ ભાજપના ફડણવીસે કરી દીધી ભવિષ્યવાણી

મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર રચાય પહેલાં જ ભાજપના ફડણવીસે કરી દીધી ભવિષ્યવાણી

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ત્રણેય પાર્ટીની મળેલી બેઠક બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બનશે તો પણ આ ત્રણેય પાર્ટી 6 મહિના સુધી સાથે સરકાર ચલાવી શકશે નહીં.

રાજ્યમાં ભાજપ સરકાર સિવાય કોઈ બીજો વિકલ્પ નહીં

રાજ્યમાં ભાજપ સરકાર સિવાય કોઈપણ બીજો વિકલ્પ નથી. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થતાની સાથે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ કોમન મિનીમમ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. ભાજપનુ કહેવુ છે કે, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યુ છે. શિવસેના-કોંગ્રેસ અને એનસીપી રાજ્યમાં સરકાર બનાવે તો તેમને ભાજપ શુભકામના પાઠવશે. 17 નવેમ્બરે શિવસેનાના સ્થાપક બાલા સાહેબની પૂણ્યતિથિ છે ત્યારે 17 નવેમ્બરે શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર રચવાની જાહેરાત કરશે. લાંબી કવાયત બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર રચવાને લઈ સમજૂતી થઈ ગઈ છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલશે.

શિવસેનાનો જ મુખ્યપ્રધાન

શિવસેનાના નેતૃત્વ હેઠળ સરકાર બનશે. મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ હશે. 5 વર્ષ નહીં 25 વર્ષ સુધી શિવસેનાનો સીએમ રહેશે. તેમણે એમ કહ્યું કે અમે તમામને સાથે લઈને ચાલીશું અને મહારાષ્ટ્રના હિતમાં કામ કરીશું. સૂત્રોની જાણકારી મુજબ આ સમજૂતી મુજબ શિવસેનાને પૂર્ણ કાર્યકાળ માટે મુખ્યપ્રધાન પદ મળશે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અઢી-અઢી વર્ષ માટે રહેશે. અને 14-14-12ની ફોર્મ્યુલા પર પ્રધાનો બની શકે છે.

કોંગ્રેસને થશે મોટો લાભ

શિવસેના અને એનસીપીના 14-14 અને કોંગ્રેસને 12 પ્રધાન પદ મળી શકે છે. તો વિધાનસભાના સ્પીકર કોંગ્રેસના હશે. તો ડેપ્યુટી સ્પીકરનું પદ શિવસેના પાસે રહેશે. જોકે આ સમજૂતીમાં હિંદુત્વનો મુદ્દો શામિલ કરાયો નથી. ત્રણેય પક્ષો વચ્ચે સતત બેઠકો સાથે વાતચીત ચાલી રહી છે. કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ સહમતિ બની ગઈ છે. સમજૂતીમાં શિવસેનાએ વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તો કોંગ્રેસ-એનસીપી મુસ્લિમો માટે 5 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. જોકે આ વાત પર વાત અટકી છે. આ અઠવાડિયામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ શકે છે.

તો ડેપ્યુટી સ્પીકરનું પદ પણ શિવસેના પાસે જ રહેશે

મુજબ શિવસેનાને પૂર્ણ કાર્યકાળ માટે મુખ્યપ્રધાન પદ મળશે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અઢી-અઢી વર્ષ માટે રહેશે. અને 14-14-12ની ફોર્મ્યુલા પર પ્રધાનો બનશે. શિવસેના અને એનસીપીના 14-14 અને કોંગ્રેસને 12 પ્રધાન પદ મળશે. તો વિધાનસભાના સ્પીકર કોંગ્રેસના હશે. તો ડેપ્યુટી સ્પીકરનું પદ શિવસેના પાસે રહેશે. જોકે આ સમજૂતીમાં હિંદુત્વનો મુદ્દો શામિલ કરાયો નથી. ત્રણેય પક્ષો વચ્ચે સતત બેઠકો સાથે વાતચીત ચાલી રહી છે. કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ સહમતિ બની ગઈ છે. સમજૂતીમાં શિવસેનાએ વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તો કોંગ્રેસ-એનસીપી મુસ્લિમો માટે 5 ટકા અનામત આપવાની માગ કરી રહી છે.

Read Also

Related posts

કેતનના ‘કોપ’ શમન બાદ ભાજપને મધુનો ‘ડંખ’ : અધિકારીને લાફા મારવાની ચીમકી ઉચ્ચારી

Mayur

સાળી સાથે સંબંધ બાંધવા બનેવીને ભારે પડી ગયા, કઢંગી હાલતમાં હતો અને…

Bansari

મંત્રી સૌરભ પટેલની મનમાની ને પગલે ઇનામદાર, તો કૌશિક પટેલની આડોડાઈએ મધુ શ્રીવાસ્તવ ભડક્યા, ભાજપમાં ડખા શરૂ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!