GSTV

પૂર્વ CM કેશુભાઈ પટેલનાં અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે

કેશુબાપા

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાના થયા. ગાંધીનગર પહોંચી તેઓ સીધા જ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે. આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટની બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે. સદગત કેશુભાઈના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો.

કાર્ડિયાક અરેસ્ટના કારણે કેશુભાઇનું અવસાન થયુ

ગુજરાત રાજ્યના પૂર્વ મુખંયમંત્રી કેશુભાઈ પટેલનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટના કારણે કેશુભાઇનું અવસાન થયુ છે. તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. જે બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો હતો.

કેશુભાઇએ કોરોનાને 10 દિવસમાં આપી હતી મ્હાત

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓ હોમ આઈસોલેટ થયા હતા. આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે 10 દિવસમાં કોરોનાને મહાત આપી હતી.કેશુભાઈ પટેલના કેરટેકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના અન્ય લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન ગત 18 સપ્ટેમ્બરના રોજ કેશુભાઈ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરની સલાહ મુજબ તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઈ 1995 અને 1998 થી 2001 સુધી એમ કુલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે. તેઓ ભાજપના પણ સિનિયર નેતા હોવાથી તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા.

તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહિવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી.

READ ALSO

Related posts

ઇન્ડિયન ગેમર્સ માટે ખુશખબર! PUBGને ભારતમાં મળી મંજૂરી, આ રીતે યુઝ કરી શકશો નવુ વર્ઝન

Bansari

મહામારીનો રાફડો ફાટતા સિવિલમાં વેન્ટિલર બેડમાં કરાયો વધારો, હજારથી વધુ દર્દીઓ છે દાખલ

pratik shah

કોહલી અને રહાણે એકબીજાના પૂરક છે, આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આપ્યું નિવેદન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!