GSTV

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ચરણજીત સિંહ ચન્નીને પાઠવી શુભેચ્છાઓ, સરહદી રાજ્યને સુરક્ષિત રાખશે તેવી આશા!

Last Updated on September 19, 2021 by pratik shah

પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ હાઈકમાને દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીનું નામ ફાઈનલ કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ તેમને શુભકામના પાઠવી છે. કેપ્ટને આશા વ્યક્તિ કરી કે, ચન્ની પોતાના નેતૃત્ત્વમાં પંજાબને સુરક્ષિત રાખી શકશે. કેપ્ટન અમરિંદરે કહ્યું કે,‘ચરણજીત સિંહ ચન્નીને મારી શુભકામનાઓ.

કેપ્ટન અમિરંદરે ચરણજીત સિંહ ચન્નીને શુભકામના પાઠવી
કેપ્ટનના નિવેદનથી સંકેત, ચન્નીના નામથી નથી કોઈ સમસ્યા
સરહદી રાજ્યને સુરક્ષિત રાખવા સક્ષમ રહેશે તેવી આશા: કેપ્ટન

મને આશા છે કે તેઓ સરહદી રાજ્ય પંજાબને સુરક્ષિત રાખશે અને સરહદ પારથી વધતા જોખમથી પંજાબના લોકોની રક્ષા કરવામાં સક્ષમ રહેશે.’ કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા આપવામા આવેલી આ પ્રતિક્રિયા એટલે મહત્ત્વપૂર્ણ રાખે છે કારણ કે, અમરિંદરનું નિવેદન કોંગ્રેસ હાઈકમાને સૂચવેલ નામથી તેઓ સંતુષ્ટ હોવાનું લાગી રહ્યું છે.

કોંગી

અમરિંદર અગાઉ જાહેર કરી ચૂક્યા હતા કે, તેઓ સિદ્ધુના નિકટના નેતાને મુખ્યમંત્રી તરીકે નહીં સ્વીકારે. ચન્નીને કેપ્ટન અમરિંદરના વિરોધી માનવામા આવે છે, જોકે તેઓ સિદ્ધુના નિકટના નેતામાં પણ સામેલ નથી.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!