GSTV

રંજન ગોગોઈ નેતાઓને આપી ગયા મોટી શિખામણ, પદ છોડ્યાના બે દિવસમાં જ આવાસ ખાલી કરી આસામ ચાલ્યા ગયા

Last Updated on November 22, 2019 by Mayur

સાંસદ પદ જવા છતાં સરકારી આવાસો ન છોડતા નેતાઓને સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશે મિસાલ કાયમ કરી છે. પૂર્વ મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પદ છોડ્યાના બે દિવસ બાદ પોતાનો સરકારી આવાસ ખાલી કર્યો છે. તેઓને પાંચ કૃષ્ણા મેનન માર્ગ ખાતે સરકાર આવાસ ફાળવવામાં આવ્યો હતો. તેઓ ગત 17 નવેમ્બરે રિટાયર્ડ થયા અને 20 નવેમ્બરે સરકારી બંગલો ખાલી કરી આસામ સ્થિત પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા.

રિટાયરમેન્ટ થયા બાદ સરકારી બંગલો ખાલી કરવામાં ઘણા નેતાઓ અને અધિકારીઓ પણ તૈયાર થતા નથી. સરકાર તે માટે કાર્યવાહીઓ પણ કરી ચુકી છે. ત્યારે પૂર્વ મુખ્ય જજ રંજન ગોગોઈ મહત્વપૂર્ણ પદ પર હોવા છતાં રિટાયરમેન્ટના બે દિવસ બાદ સરકારી બંગલો ખાલી કર્યો.

મહત્વનું છે કે રંજન ગોગોઈએ પોતાના કાર્યકાળ દરમિયાન અયોધ્યા ચૂકાદાથી લઈને મસમોટા નિર્ણયો લીધા હતા. જેથી 46માં ન્યાયાધિશ તરીકે તેઓ ઈતિહાસ સર્જી ગયા છે. ઉપરથી તેમણે પોતાના અનુગામી તરીકે જસ્ટીસ બોબડેનું નામ સૂચવ્યું હતું. જે પછીથી જસ્ટીસ બોબડે દેશના 46માં ન્યાયાધીશ બન્યા હતા.

READ ALSO

Related posts

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!