ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાલ એકાએક સીએમ પદ પરથી હટાવીને તેમના સ્થાને ભૂપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે સ્થાન આપ્યું છે. ત્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણીએ મંગળવારે એક નિવેદન આપ્યું હતું એમાં તેમણે જણાવ્યું હતું કે, “તે પહેલા પણ સીએમ હતા, આજે પણ છે અને તે આગળ પણ રહેશે. જો કે, અહીં સીએમ શબ્દનો મુખ્યમંત્રી નહીં.
ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં વિજય રૂપાણીએ એ પણ જણાવ્યું કે, તેમને ક્યારે રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યુ? તેમણે પોતાની ચર્ચા દરમિયાન જણાવ્યું કે, મને આગલી રાત્રે કહેવામાં આવ્યું હતું કે તમારે રાજીનામું આપવું પડશે અને પછી મે બીજા દિવસે બપોરે મારા હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે જાતે જ સંગઠનમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેવું તેમનું કહેવું હતું.

પાંચ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા વિજય રુપાણીએ જણાવ્યું કે, ” હું પહેલા પણ સીએમ હતો, હું આજે પણ સીએમ છું અને આગળ પણ સીએમ એટલે કે સામાન્ય માણસ તરીકે મારી ફરજો બજાવતો રહીશ. જો પાર્ટી મને બૂથ લેવલ આપે છે, જે ખૂબ જ નાની જવાબદારી છે તો હું તેને પણ લેવા માટે તૈયાર છું.” સવારે રુપાણીની પુત્રીએ સોશિયલ મીડિયા પર તેના પિતા સાથે સંકળાયેલ એક પ્રશ્ન પૂછ્યો હતો કે, શું રાજકારણમાં સરળ હોવું એ કોઈ ગુનો છે?
રાધિકાએ લખ્યું, ” મારા પિતાએ ક્યારેય પોતાનું અંગત સ્વાર્થ જોયું નથી, તેમને જે પણ જવાબદારી સોંપવામાં આવી છે તે તેમણે નિભાવી છે. સૌથી પહેલા તે કચ્છમાં ભૂકંપમાં ફંસાયેલા લોકોની મદદ માટે ગયા હતા. બાળપણમાં તે અમને ક્યાંય બહાર ફરવા ના લઇ જતા પરંતુ, કાર્યકર્તાની જગ્યાએ લઈ જતા હતા. તે તેમની પરંપરા રહી છે. આતંકવાદી હુમલો થયો ત્યારે મારા પિતા સ્વામી નારાયણ અક્ષરધામ મંદિર પહોંચનાર પ્રથમ વ્યક્તિ હતા.”

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપના ઘણા નેતાઓ ગુસ્સે થયા હોવાની અટકળો પણ ચાલી રહી છે. ભાજપ હાઈકમાન્ડે મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી.આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, બીએલ સંતોષ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિજય રૂપાણીએ ગત શનિવારે એકાએક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. બપોરે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ મિટિંગમાં ભાગ લીધો હતો અને થોડા સમય પછી તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા ત્યાં સુધી કોઈએ તેમના રાજીનામાની ખબર પણ નહોતી. બીજા દિવસે ગાંધીનગરમાં યોજાયેલી ભાજપ વિધાનસભા પાર્ટીની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.
Read Also
- Health Care Tips / ગરમીની મોસમમાં દૂધીનું સેવન ‘વરદાન’, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
- Quad Summit / ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
- સુરતમાં કિશોરી પર બે નરાધમોનું દુષ્કર્મ, ફોસલાવી રેલવે સ્ટેશનની લિફ્ટમાં લઈ જઈ આચર્યું કુકર્મ
- ‘મેં પણ હિંદુ ધર્મનો કર્યો છે અભ્યાસ, લોકોની હત્યા-મારપીટ કરવી હિન્દુ ધર્મનો ક્યારેય પણ ભાગ નથી’
- ઘઉં બાદ ભારત ખાંડની નિકાસ પર લગાવી શકે છે પ્રતિબંધ, 1 કરોડ ટન નિકાસની સંભાવના