GSTV

પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ કહ્યું, ભાજપ તેની સાથે અસંમત હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો કરી રહી છે

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા છે.
જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણએ કહ્યુ હતુ કે, ભાજપ તેની સાથે અસંમત હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો કરી રહી છે.દેશ માટેના મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની રણનીતિમાં ભાજપ માહેર છે.ભાજપને આટલો મોટો જનાદેશ મળ્યો છે તો દેશ માટે તેનુ શું વિઝન છે, દરેક પાર્ટી પાસે એક વિઝન હોય છે.જવાહરલાલ નહેરુના દ્રષ્ટિકોણમાં જેએનયુ અને એઈમ્સ સામેલ હતા. મનમોહનસિંહે નવી આર્થિક નીતિઓ લાગુ કરી હતી.

મીડિયાનો મોટાભાગનો વર્ગ ભાજપના જુઠ્ઠાણાને દબાવી રહ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, કમનસીબે મીડિયાનો મોટાભાગનો વર્ગ ભાજપના જુઠ્ઠાણાને દબાવી રહ્યો છે. મેં ભારતીય બંધારણને જાળવી રાખવા માટે શપથ લીધી છે અને જમ્મુ કાશ્મીર સંવિધાન ભારતના બંધારણનો પણ એક ભાગ છે.મારે આ વાત કોઈને બતાવવાની જરુર નથી. મારા પિતા એક ગૌરવશાળી ભારતીય નાગરિક અને કાશ્મીરી હતા.

મારે તેમના સર્ટિફિકેટની જરુર નથી

મહેબૂબાએ કહ્યુ હતુ કે, અમે તમામ મુખ્ય પ્રવાહના પક્ષો છે અને શું આ ચડ્ડીધારીઓ(આરએસએસ)એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો?મારે તેમના સર્ટિફિકેટની જરુર નથી. મારા પિતાએ એ સમયે તિરંગો ફરકાવ્યો હતો જ્યારે આ એક અસ્વીકાર્ય બાબત ગણાતી હતી.સાથે સાથે તેમણે જમ્મુ કાશ્મીરનો ધ્વજ પણ ફરકાવ્યો હતો.ભાજપે હવે રાજ્યને તહસ નહસ કરી નાંખ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, અમે ક્યારેય એવુ કહ્યુ નથી કે ચૂંટણી નહીં લડીએ પણ ભાજપને કોઈ સહયોગીની જરુર નથી.મારી સામે જો ખરેખર ભ્રષ્ટાચારનો કોઈ મામલો હોત તો આ લોકો મને જેલમાં નાંખી શક્યા હોત.

READ ALSO

Related posts

સરકારી ભોજન પર નિર્ભર ન રહ્યા ખેડૂતો/ મોદી સરકારની ભોજન ડિપ્લોમસી ફગાવી, ખેડૂતોએ બતાવી આત્મનિર્ભરતા

Pravin Makwana

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Nilesh Jethva

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!