GSTV
Home » News » પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી. રાવતે EVM પર આપ્યુ આ મોટું નિવેદન

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી. રાવતે EVM પર આપ્યુ આ મોટું નિવેદન

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર  ઓ.પી. રાવતે ઈવીએમને લઈને મોટું નિવેદન આપ્યુ છે. જેનાથી વિપક્ષી દળોને ઝાટકો લાગી શકે છે. ઓપી રાવતે કહ્યુ હતુકે, EVM સાથે ચેડા ન થઈ શકે. ઈવીએમની સુરક્ષા પ્રોટોકોલ બહુજ મજબૂત છે.  જો કોઈ સ્ટ્રોંગરૂમને ખોલવા માંગે તો એ સમયે દરેક રાજકીય પાર્ટીઓનાં પ્રતિનિધિયોનું ત્યાં હાજર રહેવું જરૂરી છે. મશીનો તેમની હાજરીમાં જ બહાર કાઢવામાં આવે છે. મૉક પોલનું પણ સંચાલન કરવામાં આવે છે.

ઈવીએમને જ્યારે મતદાન માટે તૈયાર કરાય છે, ત્યારે પોલિંગ બુથ ઉપર ફરીથી મૉક પોલ કંડક્ટ કરવામાં આવે છે. મૉક પોલ મુજબ, ત્યાં હાજર પોલિંગ એજન્ટને અભ્યાસ માટે પહેલાં મતદાન કરવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ જ મતોની ગણતરી કરાય છે. બધા પ્રયાસો હેઠળ સુનિશ્વિત કરવામાં આવે છેકે, ઈવીએમ સુરક્ષિત છે અને તેની સાથે કોઈ પ્રકારનાં ચેડા કરાયા નથી. સત્તા પક્ષ એટલેકે NDAને છોડીને સૌથી વધારે રાજકીય દળો ચૂંટણી પંચ ઉપર શંકા કરી રહ્યા છે. EVM તેમની નજરોમાં ખલનાયક છે. એ વાત અલગ છેકે, વિપક્ષી દળો તે સમયે અવાજ નથી ઉઠાવતા જ્યારે EVMથી જનાદેશ તેના પક્ષમાં આવે છે.

READ ALSO

Related posts

આ બે ચમત્કારી ફળોના છે અનેક ફાયદા, આટલી બીમારી સામે આપે છે રક્ષણ

Path Shah

ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

Nilesh Jethva

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!