GSTV
Home » News » દેશમાં ફરીવાર ઘોર મંદીના એંધાણ : કૃષિ અને નાણાકીય વ્યવસ્થા દબાણમાં, સરકાર માટે ખતરો

દેશમાં ફરીવાર ઘોર મંદીના એંધાણ : કૃષિ અને નાણાકીય વ્યવસ્થા દબાણમાં, સરકાર માટે ખતરો

દેશના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે સરકાર માટે લાલબત્તી સમાન નિવેદન આપ્યુ છે. અરવિંદ સુબ્રમણ્યમે કહ્યુ કે, દેશમાં ફરીવાર ઘોર મંદી આવી શકે છે. કેમ કે, આપણા દેશની અર્થ વ્યવસ્થા કૃષિ અને નાણાકીય વ્યવસ્થાના દબાણમાં છે. જેથી ભારતમાં કેટલાક સમય માટે મંદી આવી શકે છે. તેમણે વધુમા કહ્યુ કે, આપણા દેશની અર્થ વ્યવસ્થા મંદ પડી છે. તેમણે કહ્યુ કે, બજેટમાં જીએસટી વસુલવા માટે જે લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. તે વ્યવહારીત નથી.

બજેટમાં જીએસટી માટે અતાર્કિક લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. જેમા 16થી 17 ટકા વૃદ્ધિની વાત કરવામા આવી છે. અરવિંદ સુબ્રમણ્યમે આ પ્રકારનું નિવેદન એક કાર્યક્રમમાં આપેલી હાજરી દરમ્યાન આપ્યુ હતું. આ પહેલા અરવિંદ સુબ્રમણ્યને સંશોધિત વૃદ્ધી દર આંકડા પર વિવાદ વચ્ચે પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતુ કે, શંકા દુર કરવા અને ભરોસો જાળવવા માટે આવું થવું જોઇએ. આંકડાને લઇને બનેલા કોયડા પર સ્પષ્ટતા થવી જોઇએ.

નીતી આયોગ તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે, આવા સંસ્થાન જેની પાસે GDPની ગણતરીના તજજ્ઞો નથી, તેમને આ પ્રક્રિયામાં સામેલ કરવા જોઇએ નહી. થોડા સમય પૂર્વે જ પોતાના એક પુસ્તકમાં પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને નોટબંધીના નિર્ણયની ટીકા કરી છે અને આ નિર્ણય પર તેમની સલાહ લેવામાં આવી હતી તેવા પ્રશ્નમાં તેઓએ કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.

Related posts

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar

નિર્દયી ‘મા’ એ નવજાત બાળકીને ગટરમાં ફેંકી, શ્વાનના ટોળાએ બચાવ્યો જીવ

Kaushik Bavishi

ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વરસી આફત: વીજળી પડવાથી 35 લોકોનાં મોત, અનેક ઇજાગ્રસ્ત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!