GSTV

સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચારના કેસમાં મળી ક્લિનચીટ

Last Updated on February 12, 2020 by pratik shah

એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે. અસ્થાના ઉપરાંત ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર કુમારને 2018ના ભ્રષ્ટાચારના કેસમાં ક્લિનચીટ આપવામાં આવી છે. અસ્થાના પર પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર ઉપરાંત ગુનાહિત કાવતરૂં, ગુનાહિત ગેર વર્તણુંક વગેરે આરોપો લગાવવામાં આવ્યા હતા.

હૈદરાબાદના એક બિઝનેસમેન સતીષ બાબુ સનાએ આરોપ લગાવ્યો હતો કે રાકેશ અસ્થાનાએ લાંચ લીધી હતી, જ્યારે આ આરોપો બાદ તે સમયના સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માએ રાકેશ અસ્થાના અને અન્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

જોકે રાકેશ અસ્થાના એવો દાવો કરી રહ્યા છે કે સતિષ બાબુ સનાના આરોપો જુઠા છે અને આલોક વર્માએ મને ફસાવવા માટે મારી વિરૂદ્ધ આ જુઠા આરોપોના આધારે ફરિયાદ દાખલ કરી છે. આલોક વર્મા અને રાકેશ અસ્થાના બન્ને જ્યારે સીબીઆઇનાં ડાયરેક્ટર હતા ત્યારે ખેંચતાણ અને સામસામે આરોપો થયા હતા. જેથી બાદમાં બન્નેને હટાવવામાં આવ્યા હતા.  જોકે રાકેશ અસ્થાનાની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ સીબીઆઇએ યથાવત રાખી હતી, ત્યારે હવે તેમને આ કેસમાં ક્લિનચીટ મળી ગઇ છે.

તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે એવો કોઇ જ પુરાવો નથી કે જે રાકેશ અસ્થાના પર લગાવવામાં આવેલા આરોપોને સાચા સાબિત કરે. મોઇન કુરેશીના મની લોન્ડરિંગ કેસમાં હૈદરાબાદના સતીશ સનાને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો, આ મામલે બાદમાં સતીશ સનાએ દાવો કર્યો હતો કે મારી પાસે જ રાકેશ અસ્થાનાએ આ લાંચ માગી હતી અને બદલામાં મને બચાવવાનું વચન આપ્યું હતું. જ્યારે આ મામતે તપાસ એજન્સીનું કહેવું છે કે આ આરોપોને પુરવાર કરવા માટે કોઇ જ પુરાવા નથી મળ્યા. જ્યારે અન્ય એક આરોપી મનોજ પ્રસાદની પણ ધરપકડ કરવામાં આવી હતી, એજન્સીએ કહ્યું હતું કે મનોજ પ્રસાદ અને અસ્થાના વચ્ચે કોઇ પણ કનેક્શન જ નથી.

READ ALSO

Related posts

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah

ઠાકરેને ભાજપનો વળતો જવાબ, કહ્યું- કેન્દ્ર સરકારે એજન્સીઓનો દુરપયોગ કર્યો હોત તો તમારા અડધા મંત્રીઓ જેલમાં હોત

Damini Patel

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!