ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કહ્યું, ઓસ્ટ્રેલિયન પીચ પર આ ભારતીય બોલર મચાવશે ધમાલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહેલી ટેસ્ટ સીરીઝ માટે બંને ટીમો જોરશોરથી તૈયારીઓમાં લાગી ગઈ છે. આ સીરીઝમાં અત્યારે આક્રમકતા, સ્લેજિંગ જેવા મુદ્દા પર નિવેદનબાજી પહેલેથી થઈ રહી છે. એવામાં હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગે હાલમાં જ જણાવ્યું કે આખરે તેમની નજરમાં ભારતીય બોલરોની કઈ જોડીને પ્રથમ મુકાબલામાં તક આપવી જોઈએ.

પોન્ટિંગની નજર આ ભારતીય બોલરોની જોડી પર

પોન્ટિંગે ક્રિકેટ એક વેબસાઈટ સાથે વાતચીત કરીને ટેસ્ટ શ્રેણી પહેલા મેચ માટે ભારતીય બોલરોની પસંદગી કરી હતી. પોન્ટિંગે એડિલેડમાં યોજાનારી ભારત-ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ મેચ માટે જે ભારતીય બોલરોની પસંદગી કરી છે, તેમાં થોડા મોટા ફેરફાર પણ જોવા મળ્યાં છે. પોન્ટિંગે પોતાની પસંદવાળી આ ભારતીય ટેસ્ટ ટીમમાં ભારતના શીર્ષ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ઉભરી રહેલા યુવા ઝડપી બોલર જસપ્રીત બુમરાહને સ્થાન આપ્યું નથી.

સ્પિન બોલિંગમાં અશ્વિનથી વધારે સારા કુલદીપ- પોન્ટિંગ

રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ રિકી પોન્ટિંગે ચાઈનામેન કુલદીપ યાદવને પ્રાથમિકતા આપી આ ટીમમાં સામેલ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, કુલદીપની અંદર યોગ્ય સમયે વિકેટ લેવાની સિદ્ધી છે.

પોન્ટિંગે કહ્યું, ‘સ્પિન ડીપાર્ટમેન્ટમાં હું કુલદીપની સાથે જઈશ. હું જાણુ છુ કે અશ્વિન સારા છે અને તેઓ બેટ્સમેનોને રમતા અટકાવી શકે છે, પરંતુ હું સ્પષ્ટ કહી શકતો નથી કે તેઓ ઓસ્ટ્રેલિયનની સ્થિતિમાં કેટલી વિકેટ લેવામાં સક્ષમ છે, ખાસ કરીને એડિલેડમાં અને ત્યારબાદ પર્થની પિચ પર. તેથી હું એક લેગ સ્પિનરની સાથે જવા ઈચ્છીશ.’


પોન્ટિંગે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની પસંદગી કરી છે. તેમના જણાવ્યાં મુજબ શમી એક સારા રિવર્સ સ્વિંગ કરનાર બોલર છે. જ્યારે ભુવનેશ્વર નવા બોલની સાથે શાનદાર સાબિત થાય છે. તેમણે જસપ્રીત બુમરાહના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપ્યું. કારણકે તેમના મુજબ ઉમેશ નવા બોલની સાથે શાનદાર બોલર છે. જ્યાં ભારતીય ટીમ માટે આ સીરીઝ ઈતિહાસ રચવાની દ્રષ્ટિએથી ખૂબ જ મહત્વની છે, બીજીતરફ ઓસ્ટ્રેલિયા માટે આ સીરિઝ પોતાની રમતને સુધારવાના માપદંડથી ખૂબ જ મહત્વની છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter