GSTV
Home » News » ઓરિસ્સામાં સત્તાધારી પાર્ટી બીજું જનતા દળને ઝાટકો, અમિત શાહે પાર પાડ્યું નિશાન

ઓરિસ્સામાં સત્તાધારી પાર્ટી બીજું જનતા દળને ઝાટકો, અમિત શાહે પાર પાડ્યું નિશાન

આગામી લોકસભા ચૂંટણી અનેક પ્રકારનાં વાઘા પહેરીને ટુંક સમયમાં આવી રહિ છે.  સામાન્ય રીતે દરેક નેતાઓ પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે દરેક પ્રકારની તોડ-જોડ કરતા હોય છે. ત્યારે ભાજપનાં પ્રમુખ અમિત શાહને રાજનિતીનાં ચાણક્ય માનવામાં આવે છે. ઉત્તર-પૂર્વમાં ભાજપની સ્થિતી દિન-પ્રતિદિન સુધરી રહિ છે. આસામમાં સત્તા મેળવ્યા બાદ હે ભાજપની નજર ઓરિસ્સા પર છે. ઓરિસ્સામાં સત્તાધારી પક્ષ બીજુ જનતી દળને મ્હાત આપવા માટે ભાજપ શામ-દામ-દંડ-ભેદની નિતી આપનાવી રહ્યું છે.

ઓરિસ્સામાં સત્તાધારી પક્ષ બીજુ જનતા દળ (BJD) માટે માઠા સમાચાર છે.બીજેડીનાં પૂર્વ સાંસદ બૈજ્યંત પાંડા આજે ભાજપમાં સામેલ થયા છે. કેન્દ્રિય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં બૈજ્યંત પાંડાએ ભાજપનું સભ્યપદ મેળવ્યું છે. ભાજપ પ્રવેશ બાદ બૈજયંત પાડાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

પાંડા, ઓરિસ્સાની કેન્દ્રપાડા લોકસભા બેઠક પરથી સાંસદ રહિ ચુક્યા છે. આ પહેલા તેઓ 2000થી 2009 સુધી રાજ્યસભાનાં સાંસદ રહિ ચુક્યા છે. ઓરિસ્સામાં પાંડા બીજેડીનાં કદાવર નેતા તરીકેની છાપ ધરાવે છે. સાંસદ પદે હતાં ત્યારે પાંડા અનેક ખાનગી બિલ લોકસભામાં લાવ્યા હતાં. પાર્ટી વિરોધી પ્રવૃતિ બદલ પાંડાને ગત 24 જાન્યુઆરી-2018નાં રોજ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતાં. ત્યારબાદ મે-2018માં પાંડાએ બીજેડીમાંથી વિદાય લિધી હતી.

આ પહેલા બીજેડીનાં સાંસદ પ્રસન્ન આચાર્યએ જણાંવ્યું હતું કે, બૈજયંત પાંડા કોઈ પણ પક્ષમાં સામેલ થઈ શકે છે. પ્રસન્નનાં જણાંવ્યા પાંડાનાં ભાજપ પ્રવેશથી ઓરિસ્સામાં બીજેડીને કોઈ અસર નહિ થાય  છેલ્લા ઘણાં સમયથી અનેક લોકોએ પાર્ટી છોડી તેમ છતાં અમારી પાર્ટીની લોકપ્રિયતા વધી છે.

મહત્વનું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં પાંડાએ બીજેડીની ટિકીટ પર કેન્દ્રપાડા લોકસભા સીટ પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. ત્યારબાદ પાર્ટીની તમામ આંતરિક બાબતો અને પાંડા પર લાગેલા આરોપોને કારણે તેમને બીજેડીમાંથી રાજીનામુ આપવું પડ્યુ હતું. આ દરમિયાન 2017નાં પંચાયત ચૂંટણી દરમિયાન ભાજપનાં શાનદાર પ્રદર્શન બાદ પાડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા હતાં. તેમજ નવીન પટનાયકની કામગીરી પર સવાલ કર્યા હતાં. તેથી પાડા વિવાદનું કારણ બન્યા હતાં.

READ ALSO

Related posts

ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની ડાર્ક સાઈડના ભાગની તસવીરો મોકલશે, ઓર્બિટરનું કાર્ય થયું શરૂ

GSTV Desk

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!