GSTV
Home » News » TikTok: અભિનેતા એઝાઝ ખાનની કરાઈ ધરપકડ, વિડિયો દ્રારા નફરત ફેલાવવાનો આરોપ

TikTok: અભિનેતા એઝાઝ ખાનની કરાઈ ધરપકડ, વિડિયો દ્રારા નફરત ફેલાવવાનો આરોપ

બિગ બોસના ભૂતપૂર્વ પ્રતિયોગી અને અભિનેતા એઝાઝ ખાનને ટિક ટોક પરના વિવાદાસ્પદ વિડિયોને લીધે મુશ્કેલીમાં ફસાઈ શકે છે. આ કિસ્સામાં એઝાઝ ખાનને પૂછપરછ માટે ઉઠાવવાના સમાચાર સૌ પ્રથમ સામે આવ્યા હતા. આજની તારીખે સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એઝાઝની ધરપકડ કરવામાં આવી છે.

સાંપ્રદાયિક વિડિયોને લીધે તેની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં એઝાઝને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમના પર વિવાદાસ્પદ વિડીયો બનાવવાની અને તેને પ્રસારિત કરવાનો આરોપ છે.ઝારખંડમાં મોબ લિચિંગની ઘટના બાદ એઝાઝ ખાને TikTokનાં કેટલાક સ્ટાર સાથે એક વિડિયો બનાવીને શેર કર્યો હતો. જેમાં મુંબઇ પોલીસનો મજાક ઉડાવતા કહેવામાં આવ્યું હતું કે હવે જો કોઈ ત્રાસવાદીઓ બને છે તો કશું બોલશો નહીં.

ઉલ્લેખનીય છે કે 28 જૂને પણ એઝાઝ ખાને સોશ્યલ મિડિયામાં એક વિડિયો શેર કરીને એક ચોક્કસ ધર્મના વિશેષ લોકોને કાયદેસર અને ગેરકાયદેસર રીતે રસ્તા પર ઉતારીને મોબ લિંચિંગની ઘટનાઓ વિરુદ્ધ પ્રદર્શન કરવાની અપીલ કરી હતી.

READ ALSO

Related posts

શાસક પક્ષનો ભ્રષ્ટાચાર નાથવાનો દાવો પોકળ, સરકારની શાખને લાગ્યો બટ્ટો

Path Shah

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ: પ્રણીતે સેમીફાઈનલમાં પહોંચી રચ્યો ઈતિહાસ

Path Shah

Google Photos નો ઉપયોગ કરો છો, તો તમારા માટે છે મોટી ખુશખબર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!