GSTV
Gujarat Government Advertisement

‘સુધરી જા નહી તો…’ ઋષભ પંતને આ દિગ્ગજ ક્રિકેટરે આપી ખુલ્લી ચેતવણી

Last Updated on November 29, 2019 by Bansari

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે કહ્યું કે વિકેટકીપર ઋષભ પંતને ટીમ મેનેજમેન્ટે જેટલો સમય આપ્યો છે, તે દરમિયાન તેણે ખરુ ઉતરવું પડશે અને જો તેણે જલ્દી લય હાંસેલ ન કરી તો સંજૂ સેમસન તેનું સ્થાન લઇ શકે છે.

લક્ષ્મણે કહ્યું કે વેસ્ટઇન્ડીઝ સામે ત્રણ મેચની ટી-20 સીરીઝની ટીમમાં સંજૂ સેમસનનું સિલેક્શન પંત માટે ચેતવણી છે કે પ્રદર્શન કરે અથવા તો ટીમમાંથી બહાર થવા માટે તૈયાર રહે. લક્ષ્મણે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ અને સિલેક્શન કમિટીએ સેમસનને ટીમમાં સામેલ કરીને ચેતવણી આપી છે કે અમારી પાસે વિકલ્પ છે. ઋષભ પંતને ઘણી તક મળી છે અને મને વિશ્વાસ છે કે ટીમ મેનેજમેન્ટે તેની સાથે વાત કરી હશે.

તેમણે કહ્યું કે, ખેલાડીએ ટીમ મેનેજમેન્ટ અને સિલેક્શન કમિટીના વિશ્વાસને સાચો સાબિત કરવાનો હોય છે. પૂર્વ કલાત્મક બેટ્સમેને કહ્યું કે, દુર્ભાગ્યથી પંત તે વિશ્વાસ પર ખરો નથી ઉતરી રહ્યો પરંતુ તેની પાસે એક્સ ફેક્ટર છે. હું હજુ પણ માનુ છું કે તે શાનદાર બેટ્સમેન છે જે મેદાનમાં આવ્યાં બાદ મોટા શૉટ રમીને મેચની બાજી પલટી શકે છે.

વર્લ્ડ કપ બાદથી ઋષભ પંતને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમનો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો અને સિલેક્ટર્સ પણ તેને તક આપી રહ્યાં હતાં પરંતુ સતત નિરાશાજનક પ્રદર્શનના કારણે પંત આલોચકોના નિશાને આવી ગયો છે અને સતત આલોચનાનો સામનો કરી રહ્યો છે.

પંતના નબળા પ્રદર્શનના કારણે જ ઇજાગ્રસ્ત રિદ્ધિમાન સાહાએ સ્વસ્થ થતાં જ ટેસ્ટમાં તેનું સ્થાન લઇ લીધું. સાથે જ ક્રિકેટના નાના ફોર્મેટમાં પણ  પંત સામે સંજુ સેમસન પડકારરૂપ છે અને તેનું સ્થાન આંચકી લેવા તૈયાર છે. તેવામાં પંત ઉપર દમદાર પ્રદર્શન કરવાનું દબાણ વધ્યુ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!