‘રનમશીન’ કોહલીને પછાડશે આ ખેલાડી, ભારત 1-2થી સીરીઝ હારશે : ઑસ્ટ્રેલિયન દિગ્ગજની ભવિષ્યવાણી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહેલી ટેસ્ટ સીરીઝ માટ બંને ટીમો જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. આ સીરીઝમાં આક્રમકતા, સ્લેજિંગ જેવા મુદ્દાઓ પર પણ નિવેદનબાજી થઇ રહી છે. ટીમ ઈન્ડીયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થવા જઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરિઝ માટે કપ્તાન કોહલીએ પોતાની કમર કસી લીધી છે. તમામ લોકોનું માનવું છે કે, ઈંગ્લેન્ડની જેમ અહીં પણ કોહલીનું બેટ જબરદસ્ત રન બનાવશે. જોકે, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટીંગનું માનવું છે કે, ઉસ્માન ખ્વાજાની બેટીંગ વિરાટ કોહલી પર પણ ભારે પડશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક શોમાં વાતચીત દરમ્યાન પોન્ટિંગે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની જમીન પર ખ્વાજાનો રેકોર્ડ ખુબ સારો છે. ખ્વાજા ભારતીય બોલરોની સામે અડીખમ બેટીંગ કરી શકે છે. મને લાગે છે કે, તે ટેસ્ટ સિરીઝમાં સર્વાધિક રન બનાવનાર ખેલાડી બનવાની સાથે-સાથે મેન ઓફ ધ સીરિઝ પણ બનશે.

ઉસ્માન ખ્વાજાએ યૂએઈમાં પાકિસ્તાન વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ દરમ્યાન 85 રન અને 141 રનની પારી રમી હતી. પોન્ટીંગે કહ્યું કે, પસંદગીકર્તા યૂએઈ પ્રવાસના સમયથી જ તેનું સમર્થન કરતા આવી રહ્યા છે. તે ઘણા સારા ફોર્મમાં છે. તેની પાસે સારી પ્રતિભા છે. તે પોતાની રમત પર વિશ્વાસ રાખે છે. આ ગરમીઓમાં તે પર્ફેક્ટ પેકેજ છે.

પોન્ટીંગે આગલ કહ્યું કે, કોહલી માટે ઓસ્ટ્રેલિયામાં આ સીરિઝ ઘણી સારી રહેશે, પરંતુ ઉસ્માન ખ્વાજા કોહલી પર ભારે પડી શકે છે. પોન્ટીંગે કહ્યું કે, ખ્વાજા પર્થ જેવી બાઉન્સ પિચો પર કોહલી કરતા વધારે સારૂ રમવાની ક્ષમતા રાખે છે.


જણાવી દઇએ કે સિડની ગ્રાઉન્ડ પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા XI વિરુદ્ધ પેક્ટિસ મેચ દરમિયાન ત્રીજા દિવસે સલામી બેટ્સમેન પૃથ્વી શો ઇજાગ્રસ્ત થયો છે. જો કે, 19 વર્ષના પૃથ્વી જેને વિસ્ફોટક બેટિંગ કરતા 66 રનની ઇનિંગ રમી હતી, ફિલ્ડિંગ કરતી વખતે ડીપ મેડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડવાની કોશિશમાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો. તેની જમણી એડીમાં ગંભીર ઇજા પહોંચી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter