GSTV
Gujarat Government Advertisement

NDTVના પૂર્વ એંકર નિધિ રાજદાન બન્યા સાઈબર ફ્રોડનો શિકાર, પ્રોફેસર માટે હાર્વર્ડમાંથી નથી આવી કોઈ ઓફર

Last Updated on January 15, 2021 by Pravin Makwana

સાઈબર ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જાય છે. જો કે ફિશીંગનો આ મામલો થોડો અલગ છે. એનડીટીવીના પૂર્વ એંકર નિધિ રાજદાને ટ્વીટર પર જણાવ્યુ હતું કે, તે પણ ફિશીંગનો શિકાર થઈ છે અને તેની પાસે હાર્વર્ડ માટેની કોઈ ઓફર આવી નથી.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નિધિએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતુ કે, તેને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એસોસિએટ પ્રોફેસરની જોબ માટે ઓફર આવી છે અને તે એનડીટીવીની નોકરી છોડી આ અસાઈન્ટમેંટ લઈ રહી છે. જોકે, હવે જાણવા મળ્યુ છે કે ,આવી કોઈ ઓફર તેને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી આવી નથી, પણ તે ફિશીંગનો શિકાર બની છે. તેને આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તથા ઈમેલ દ્વારા થયેલી વાતચીત પણ તેને પોલીસને સોંપી છે અને હાર્વર્ડ યુનિવર્સિટીને પણ આ અંગે સચેત કર્યા છે.

પોતાના ટ્વીટમાં નિધિ લખે છે કે, જૂન 2020માં મેં એવું કહેતા 21 વર્ષની એનડીટીવીની નોકરી છોડી હું હાર્વર્ડ યુનિવર્સિટીમાં જર્નલિઝમના એસોસિએટ પ્રોફેસર તરીકે જોઈન કરવા જઈ રહી છું. મને કહેવામાં આવ્યુ છે કે, સપ્ટેમ્બર 2020માં યુનિવર્સિટી જોઈન કરીશ. મેં મારા નવા અસાઈન્ટમેંટની તૈયારી કરી રહી હતી, તે સમયે મને જણાવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે મારા ક્લાસિસ જાન્યુઆરી 2021માં શરૂ થશે.

નિધિએ પોસ્ટમાં આગળ લખ્યુ છે કે, સતત જોઈનમાં થઈ રહેલુ મોડુ અને આ તમામની વચ્ચે મારી જાણમાં કેટલીક ખામીઓ આવી. શરૂઆતમાં તો મેં આવી બાબતોનું ધ્યાન ન આપ્યુ કેમ કે, મહામારીના કારણે આવી બાબતો ન્યૂ નોર્મલ છે. પણ હાલમાં જે થયુ તે ખૂબ જ હૈરાન કરનારુ હતું. આ ઘટના બાદ મેં સીધુ હાર્વર્ડના વરિષ્ઠ અધિકારીઓને સ્થિતી સ્પષ્ટ કરવા સંપર્ક કર્યો અને તેમના આગ્રહ પર મેં મારી વાતચીતના તમામ પુરાવા યુનિવર્સિટીને મોકલી આપ્યા.

NDTVના પૂર્વ એંકર લખે છે કે, યુનિવર્સિટીનો પક્ષા જાણ્યા બાદ મને જાણ થઈ કે, હું ખૂબ જ સફિસ્ટકેટિક ફિશીંગનો શિકાર થઈ છું. હકીકતમાં મારી પાસે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જર્નલિઝ્મ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ ઓફર આવી જ નથી. મેં પોલીસને આ સંબંધિત ફરિયાદ પણ કરી છે, તથા સંબંધિત તમામ દસ્તાવેજો પણ મોકલી આપ્યા છે. મેં પોલીસને આગ્રહ કર્યો છે કે, આ પ્રકારનું ફ્રોડ કરનારા લોકોની જલ્દીથી જલ્દી તપાસ થાય. આ સાથે જ હાર્વર્ડ યુનિવર્સિટીને પણ આગ્રહ કર્યો છે કે, આ મામલાને ગંભીરતાથી લેવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે

Bansari

કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ

Damini Patel

મોટી દુર્ઘટના: રેલીંગ તોડીને પિકઅપ વાન ગંગામાં નદીમાં સમાઈ ગઈ, જોત જોતામાં 11 લોકો ડૂબી ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!