GSTV
Home » News » મહારાષ્ટ્ર : 12 કલાકમાં ફાયનલ થઈ જશે સરકાર બનશે કે નહીં, આજનો દિવસ મહત્વનો

મહારાષ્ટ્ર : 12 કલાકમાં ફાયનલ થઈ જશે સરકાર બનશે કે નહીં, આજનો દિવસ મહત્વનો

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની ક્વાયત આજે દિલ્હીમાં કોંગ્રેસ અને એન.સી.પી.ના નેતા વચ્ચે યોજાયેલી બેઠકમાં બન્ને કોંગ્રેસ એકમત થયા છે. એટલે કે તમામ મુદ્દે સહમત થયા છે. આથી આવતીકાલે શિવસેના સાથે કોંગ્રેસ અને એન.સી.પી. વચ્ચે બેઠક યોજાશે. ત્યારબાદ આ ત્રણેય પક્ષની મહાવિકાસ આઘાડી સરકાર રચવાનું જાહેર કરાશે. એટલે કે આજનો દિવસ મહત્ત્વનો રહેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર રચવાની પ્રક્રિયા હાથ ધરાશે. દરમિયાન મહાવિકાસ આઘાડીની સરકાર માટે ફોર્મ્યુલા બની છે. દિલ્હીમાં કોંગ્રેસ અને એન.સી.પી.ના સીનીયર નેતાની બેઠક એન.સી.પી.ના વડા શરદ પવારના નિવાસસ્થાને મળી હતી. ત્યાં સરકાર રચવાની ફોર્મ્યુલા અંગે ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં એન.સી.પી. તરફથી શરદ પવાર, છગન ભુજબળ સહિત પક્ષના સીનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી અહમદ પટેલ, પૃથ્વીરાજ ચવ્હાણ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. બન્ને કોંગ્રેસની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસના નેતા તથા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે એન.સી.પી.- કોંગ્રેસ વચ્ચે તમામ મુદ્દા પર સહમતી બની ગઈ છે.

શુક્રવારે સાંજે શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાથે આ અંગે મુંબઈમાં શિવસેના- એન.સી.પી. અને કોંગ્રેસના નેતાઓની બેઠક થશે. તેમાં તમામ બાબતે ચર્ચા પૂર્ણ થયા બાદ સરકાર રચવા માટે કોમન મિનિમમ પ્રોગોમનું એલાન કરાશે, એમ કહીને પૃથ્વીરાજ ચવ્હાણે ઉમેર્યું હતું કે સરકાર રચવા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે પણ ચર્ચા થશે. આ તમામ સમસુથરૂ ઉતર્યા બાદ જ મહારાષ્ટ્રના ગર્વનર સમક્ષ સરકાર રચવાની પ્રક્રિયા હાથ ધરાશે, એમ તેમણે ઉમેર્યું હતું.

શિવસેના- કોંગ્રેસ- એન.સી.પી. વચ્ચે સરકારમાં સત્તાની વહેંચણી બાબતે ફોર્મ્યુલા તૈયાર કરાઈ છે. એવું સૂત્રો થકી જાણવા મળ્યું છે. શિવસેનાને ૧૫, એન.સી.પી. ૧૫, અને કોંગ્રેસને ૧૨ પ્રધાન પદ મળશે. જ્યારે શિવસેનાને મુખ્યપ્રધાન પદ તેમજ ડેપ્યુટી મુખ્યપ્રધાન પદ કોંગ્રેસ અને એન.સી.પી. છે. પરંતુ એન.સી.પી. અઢી વર્ષ માટે મુખ્યપ્રધાન માટે આગ્રહી છે. આથી હજી તેના પર નિર્ણય લેવાયો નથી.

૨૪ ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન પદના મુદ્દે શિવસેના ભાજપ વચ્ચે મડાગાંઠ થઈ હતી અને આખરે બન્ને પક્ષ વચ્ચેનું યુતિ ભંગ થઈ હતી. પરંતુ પરિણામ આવ્યાના પ્રથમ દિવસથી અમારો પર્યાય ખુલ્લો છે એવી ભૂમિકા હાથ ધરી હતી અને તે પેચ કાયમ રહ્યો છે.

આખરે ૧૨ નવેમ્બર ૨૦૧૯થી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અમલ આવ્યું છે. અત્યારે ૧૦ દિવસ થયા છે. પણ હજી સરકાર રચાઈ નથી. જોકે રાષ્ટ્રપતિ અમલમાં આવતાં છ મહિનાની અંદર સરકાર રચવી જરૂરી છે.શિવસેના- ભાજપ યુતિને બહુમતી હોવા છતાં સરકાર રચી શકી નહીં. આખરે શિવસેના- કોંગ્રેસ એન.સી.પી.ની મહાવિકાસ આઘાડી સરકાર રચવાની દિશામાં અંતિમ તબક્કે છે.

મહારાષ્ટ્રમાં સરકાર રચવા બુધવારથી દિલ્હીમાં ઘટનાક્રમ

  • બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ અને એન.સી.પી.ના નેતાઓની બેઠક પાર પડી.
  • આ બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચર્ચા યોજાઈ.
  • બેઠકથી કોંગ્રેસ નેતા વચ્ચેથી ઊઠીને ગયા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની મુલાકાતે ગયા.
  • શિવસેના સાથે સરકાર રચવા સોનિયા ગાંધીની લીલી ઝંડી આપી.
  • રાત્રે ફરી કોંગ્રેસ- એન.સી.પી.ના નેતાની બેઠક યોજાઈ અને સરકાર સ્થાપવા માટે અને સકારાત્મક હોવાનું આઘાડી નેતાની ઘોષણા.
  • ગુરુવારે સવારે શિવસેના નેતા સંજય રાઉત અને શરદ પવાર એકબીજાને મળ્યા.
  • મુલાકાત બાદ મુખ્યપ્રધાન શિવસેનાનો બનશે એવો વિશ્વાસ સંજય રાઉતે વ્યક્ત કર્યો.
  • બન્ને કોંગ્રેસના નેતાની બેઠક યોજાઈ તેમાં તમામ મુદ્દે સહમત થયા.

READ ALSO

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

દિલ્હી : ઈમારતમાં ભીષણ આગ લાગતા ત્રણ મહિલાના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!