GSTV
Gandhinagar ગુજરાત

ધોરણ 10-12 સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ, જાણો અત્યાર સુધીમાં કેટલાં ફોર્મ ભરાયાં?

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનાની 28મી તારીખે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. હાલમાં શિક્ષણ બોર્ડ દ્રારા વિદ્યાર્થીઓનાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12નાં સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રકિયા પણ પૂર્ણ થઈ છે. ધોરણ 10માં અદાજીત 10 લાખ જેટલાં ફોર્મ ભરાયા છે જ્યારે ધોરણ 12નાં સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 30 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. તો બીજી તરફ હાલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફોર્મ ભરવાની પ્રકિયા ચાલી રહી છે.

CBSE

ઉલ્લેખનીય છે કે, ધોરણ. 10-12નાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા તારીખ 28 માર્ચથી લેવાની જાહેરાત કરાઇ હતી. અગાઉ આ પરીક્ષા 14 માર્ચનાં લેવાવાની હતી.

પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષા ૨૭મી જાન્યુઆરીના બદલે ૧૦મી ફેબ્રુઆરી કરવામાં આવી છે. બોર્ડના વિષયોની સૈદ્ધાતિક પરીક્ષા ૯મી ફેબ્રુઆરીના સ્થાને ૨૪મી ફેબ્રુઆરીએ લેવાશે. ધોરણ-૧૨ના વિજ્ઞાાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા ૧૪મી ફેબ્રુઆરીના સ્થાને બીજી માર્ચથી લેવાશે જ્યારે ઉનાળુ વેકેશન બીજી મે થી ૫ જૂનના બદલે ૯મી મે થી ૧૨મી જૂન રહેશે અને નવું શૈક્ષણિક સત્ર ૬ જૂનના બદલે ૧૩મી જૂનથી શરૂ થશે.

EXAM

ધોરણ-૯ થી ધોરણ-૧૧ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ ૨૧મી એપ્રિલથી શરૂ કરાશે

વિભાગે જણાવ્યું છે કે ધોરણ-૯ થી ધોરણ-૧૧ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ જે ૧૧મી એપ્રિલથી શરૂ થવાની હતી તેને બદલે ૨૧મી એપ્રિલથી શરૂ કરાશે અને આ પરીક્ષાઓ ૨૧મી એપ્રિલના સ્થાને ૩૦મી એપ્રિલ સુધી ચાલશે. કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં રાજ્યમાં ૧૫મી જુલાઇથી ધોરણ-૧૨ અને ૨૬મી જુલાઇથી ધોરણ-૯ થી ધોરણ-૧૧ની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

READ ALSO :

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari

અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ

Zainul Ansari
GSTV