મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશને હવે એક પછી એક ફટકો પડી રહ્યો છે. IMF બાદ હવે તેના નજીકના દેશોએ પણ તેને જડબાતોડ જવાબ આપ્યો છે. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનને કહ્યું કે, તે કાશ્મીર મુદ્દે પોતાનું મજગ ન ખપાવે અને ભારત સાથે મિત્રતા કરીને વિવાદનો અંત લાવે. UAE અને સાઉદી અરેબિયા બંનેએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે શાંત થવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું હતું કે, તેઓ પીએમ મોદીને સંદેશ આપવા માંગે છે કે, બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત થવી જોઈએ. પરંતુ બાદમાં પીએમઓ દ્વારા ફરી કહેવામાં આવ્યું કે કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત થયા બાદ જ વાતચીત શક્ય છે.

સાઉદી આરબ સમજી ચૂક્યું છે કે, પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિતિ સુધારવાને બદલે માત્ર રાજકીય ફાયદા માટે કાશ્મીરનો રાગ આલાપતું રહ્યું છે. તે વિશ્વના દરેક પ્લેટફોર્મ પર વિકાસની વાત કરવાને બદલે આ મુદ્દો ઉઠાવે છે. આવી સ્થિતિમાં સાઉદી આરબે પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. સાથે જ UAEએ પાકિસ્તાનની આપત્તિઓનો નજર અંદાજ કરીને કાશ્મીરમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જો આપણે OICની વાત કરીએ તો તે માત્ર સાઉદી આરબની સૂચનાઓનું પાલન કરે છે. આવી સ્થિતિમાં OICના સભ્ય દેશો પણ શાંત છે.
પાકિસ્તાની મીડિયામાં પણ આ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની મીડિયાનું એમ પણ કહેવું છે કે, ભારત સાથે સાઉદી આરબ અને UAEના આર્થિક સંબંધો ઘણા મજબૂત બન્યા છે. બીજી તરફ સાઉદી આરબ અને UAE પણ તેલના વધારાના માધ્યમો સાથે તેમની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં વ્યસ્ત છે. ભારત એક મોટું બજાર છે તેથી જો ભારત તેમના માટે ખુલશે તો તેઓ નફામાં રહેશે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત સાથે પાકિસ્તાનની વાતચીત ઈમરાન ખાનના કાર્યકાળમાં થવાની હતી. પૂર્વ આર્મી ચીફ બાજવા પણ આ માટે સંમત થયા હતા પરંતુ ત્યારબાદ ઈમરાન ખાને પોતાનું પગલું પાછું ખેંચ્યું હતું.
READ ALSO
- રાજકોટ / ગટર સફાઈ દરમિયાન ઝેરી ગેસને કારણે મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’