48 મેગાપિક્સલને ભૂલી જાઓ, હવે તમે ટૂંક સમયમાં 192 મેગાપિક્સલની તસ્વીરો લઇ શકશો

છેલ્લા થોડા મહિનામાં સ્માર્ટફોનના કેમેરા સિસ્ટમમાં જોરદાર ફેરફાર દેખાઈ રહ્યો છે. Xiaomi Redmi Note 7 Proનું 48 મેગાપિક્સલનો કેમેરો હોય કે પછી Nokia 9 Pureviewનો 5-કેમેરા સેટઅપ, બંને સ્માર્ટફોનની ફોટોગ્રાફીને એક નવા પરિમાણ પર પહોંચાડી દીધુ છે. તાજેતરના રીપોર્ટનું માનીએ તો ટૂંક સમયમાં તમે સ્માર્ટફોન પરથી 48 મેગાપિક્સલ નહીં, પરંતુ 192 મેગાપિક્સલની તસ્વીર પણ ખેંચી શકશો.

તાજેતરમાં સામે આવેલી XDADevelopersની રીપોર્ટ મુજબ, Qualcommએ પોતાના થોડા લેટેસ્ટ સ્નેપડ્રેગન મોબાઈલ ચિપસેટ કેમેરા સ્પેક્સિફિકેશન ડીટેલ્સને અપ઼ડેટ કર્યા છે. જે મુજબ કંપનીના મોટાભાગની ચિપસેટ હવે 192 મેગાપિક્સલ રેઝોલ્યૂશન સેન્સર સપોર્ટ કરશે.

192 મેગાપિક્સલ સેન્સરને સપોર્ટ કરનારી ચિપસેટની યાદીમાં ક્વૉલકમ સ્નેપડ્રેગન 670, ક્વૉલકમ સ્નેપડ્રેગન 675, ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 710, ક્વૉલકમ સ્નેપડ્રેગન 845 અને ક્વૉલકમ સ્નેપડ્રેગન 855ના નામનો સમાવેશ થાય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ચિપસેટ પર ચાલનારા સ્માર્ટફોનના કેમેરા ટૂંક સમયમાં જ 192 મેગાપિક્સલની તસ્વીરો લેવામાં સક્ષમ નિવડશે.

જોકે, એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ભલે આ ચિપસેટ હવે 192 મેગાપિક્સલ કેમેરા સેન્સરને સપોર્ટ કરશે, પરંતુ અત્યાર સુધી માર્કેટમાં 192 મેગાપિક્સલ કેમેરા સેન્સર તૈયાર જ નથી. એટલેકે 192 મેગાપિક્સલની તસ્વીર લેવા માટે અત્યારે તમારે થોડી વધારે રાહ જોવી પડશે. આ રીવાઈઝ્ડ સ્પેસિફિકેશન શીટમાં સિંગલ અને ડ્યુઅલ કેમેરાની કેપિસિટીને અલગ-અલગ પદ્ધતિથી રજૂ કરવામાં આવી છે. જેનાથી સ્લો-મોશન રેકોર્ડિગ લિમિટ્સ અને હાઈબ્રિડ ઑટોફોક્સ જેવા કેટલાંક ફીચર્સની જાણકારી મળે છે. એટલું જ નહીં, અપડેટેડ સ્પેસિફિકેશન્સની યાદીમાં ફ્રેમરેટ, મેગાપિક્સલ, કોડેક સપોર્ટ અને રેઝોલ્યૂશન લિમિટેશન્સ જેવી ઘણી ચીજ વસ્તુઓ અંગે માહિતી આપવામાં આવી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter