GSTV

ડોલરથી ઉભરાઈ રહ્યો છે ભારતનો ખજાનો, 31 જુલાઈ સુધી બન્યો આ રેકોર્ડ

આર્થિક મોર્ચ પર કોરોના સંકટના કારણે ભલે ઘણા ઝટકો લાગ્યો છે પરંતુ વિદેશી મુદ્રા ભંડોળથી સતત દેશનો ખજાનો ભરાતો જઈ રહ્યો છે. પાછલા ઘણા મહિનામાં વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve)ના મોર્ચા પર સારી ખબર આવી રહી છે.   

હવે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું કે દેશનું વિદેશી મુદ્રા ભંડોળ 31 જુલાઈએ ખતમ થયેલા અઠવાડિયામાં 11.94 અરબ ડોલરના જોરદાર વધારાની સાથે 534.57 અરબ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયુ છે. આ પહેલા ક્યારેય ભારત પાસે આટલી વિદેશી મુદ્રા ન હતી.

ડોલર

આ પહેલા 24 જુલાઈએ ખતમ અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડાર 4.993 અરબ ડોલર વધીને 522.630 અરબ ડોલર પર હતું. RBIના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2020-21માં 31 જુલાઈ સુધી એટલે કે 4 મહીનામાં વિદેશી મુદ્રા ભંડારમાં 56.8 અરબ ડોલરનો વધારો થયો.

RBIના જણાવ્યા અનુસાર Foreign currency assets પણ 10.35 અરબ ડોલર વધીને 490.83 અરબ ડોલર થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં ભારતની રિઝર્વ કરંસી ભંડાર 5.4 કરોડ ડોલર વધારીને 4.64 અરબ ડોલર થઈ ગયું છે.  

5 જૂને 500 અરબ ડોલરને પાર

જણાવી દઈએ કે પાંચ જુને ખતમ થયેલા અઠવાડિયામાં પહેલી વખત દેશનું વિદેશી મુદ્રા ભંડાર 500 અરબ ડોલરના સ્તર પર ગયુ હતું. તે સમયે તે 8.22 અરબ ડોલરની જોરદાર વૃદ્ધિની સાથે 501.70 અરબ ડોલર પહોંચ્યુ હતું.

ડોલર

નાણાકીય વર્ષ 2019-20માં આ હતો હાલ

ભારતીય રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડારમાં નાણાકીય વર્ષ 2019-20 વખતે 64.9 અરબ ડોલરનો વધારો થયો જ્યારે નાણાકીય વર્ષ 2018-19 વખતે 11.7 અરબ ડોલરની કમી થઈ હતી. હાલમાં ભારતની વિદેશી મુદ્રા ભંડાર દુનિયાના ઘણા મોટા દેશો કરતા વધારે થઈ ગઈ છે.  

વિદેશી મુદ્રા ભંડાર વધવાનો મતલબ

વિદેશી મુદ્રા ભંડારમાં વધારો કોઈ પણ દેશની ઈકોનોમી માટે સારી વાત છે. તેમાં કરંસી મોટા ભાગે ડોલરની આવે છે. ડોલર દ્વારા જ દુનિયાભરમાં વ્યાપાર કરવામાં આવે છે. હાલ ડોલરના મુકાબલે ભારતીય કરંસી 75 રૂપિયાની આસપાસ છે.

Read Also

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!