GSTV

ભારત સરકારે બનાવ્યો એક નવો રેકોર્ડ, આ બાબતમાં બન્યો વિશ્વનો 5 મો સૌથી મોટો દેશ

Last Updated on June 12, 2021 by Vishvesh Dave

કોરોના હોવા છતાં,ભારત સરકાર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે. આનું સૌથી મોટું ઉદાહરણ બન્યું વિદેશી મુદ્રા ભંડારનું 600 અબજને પાર કરવું. 4 જૂન, 2021 ના ​​રોજ પૂરા થયેલા અઠવાડિયામાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 6.842 અબજ ડોલરનો વધારો થયો છે, જે પ્રથમ વખત 600 અબજ ડોલરને પાર કરી ગયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા મુજબ, રિપોર્ટિંગ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 605.008 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. વિદેશી મુદ્રાની સંપત્તિમાં સારી વૃદ્ધિ આ વધારા માટેનું કારણ છે. તે કુલ મુદ્રા ભંડારનો નોંધપાત્ર ભાગ હોય છે.

ભારત વિશ્વનો 5 મો સૌથી મોટો દેશ બન્યો છે

વિદેશી મુદ્રા ભંડારની બાબતમાં આ નવા રેકોર્ડ સાથે, ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ બની ગયો છે. ખાસ વાત એ છે કે આ મામલે ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે. અમેરિકાનું ફોરેક્સ રિઝર્વ ફક્ત 142 અબજ છે અને તે યાદીમાં 21 મા સ્થાને છે. જ્યારે ભારતે પાંચમા ક્રમે સ્થાન બનાવ્યું છે. આ સાથે જ ભારતે માત્ર અમેરિકા જ નહીં પરંતુ સિંગાપોર, હોંગકોંગ સહિતના ઘણા દેશોને પાછળ છોડી દીધા છે. હવે આ યાદીમાં ફક્ત ચીન, જાપાન, સ્વિટ્ઝર્લન્ડ અને રશિયા ભારતની ઉપર છે.

28 મે $ 598 અબજ ડોલર હતી

અગાઉ, 28 મે, 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર 5.271 અબજ ડોલર વધીને 598.165 અબજ ડોલર થયું છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન વિદેશી ચલણની સંપત્તિ 7.362 અબજ ડોલર વધીને 560.890 અબજ ડોલર થઈ છે.

ગોલ્ડ રિઝર્વ ઘટ્યું

વિદેશી ચલણની સંપત્તિ ડોલરમાં વ્યક્ત થાય છે. આમાં ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેનમાં અંકિત સંપત્તિઓનો સમાવેશ થાય છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાનો ભંડાર 50.2 કરોડ ડોલર ઘટીને 37.604 અબજ ડોલર થયો છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (આઇએમએફ) ની સાથે સ્પેશ્યલ ડ્રોઇંગ રાઇટ્સ (એસડીઆર) 10 લાખ ડોલર ઘટીને 1.513 અબજ ડોલર થઈ છે. તે જ સમયે, આઈએમએફ પાસે દેશના આરક્ષિત ભંડારમાં પણ 1.6 કરોડ ડોલર ઘટી ને 5 અબજ ડોલર થયો છે.

ALSO READ

Related posts

બાઈક પ્રેમ / રસ્તો ખરાબ હતો તો આ ભાઈએ માથા પર ઉપાડી લીધું બાઇક, વિડીયો થયો વાયરલ…

Vishvesh Dave

ખેડૂત આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ, 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું

pratik shah

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!