મન્કીપોક્સ વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે. એ ઝૂનોટિક એટલે કે જંગલી પ્રાણીમાંથી મનુષ્યમાં આવેલો વાઈરસ છે. અત્યાર સુધીમાં ઘણા ઝૂનોટિક વાઈરસ આવી ચૂક્યા છે.રોયલ સોસાયટીએ ક્યા પ્રાણીમાંથી કેટલા વાઈરસ આવ્યા છે, તેનું લિસ્ટ તૈયાર કર્યું છે

ઉંદર – 405
ચામાચીડિયા – 334
વાનર – 200
હરણ – 118
રેડ ફોક્સ – 102
ઘોડા – 31
ડુક્કર – 31
ગાય- 31
ઘેટાં – 30
કૂતરાં – 27
બિલાડી – 16
ઊંટ -15
સસલાં – 12
મનુષ્ય જેટલો જંગલી સજીવોના વધુ સંપર્કમાં આવે એટલા ઝૂનોટિક વાઈરસની સંખ્યા વધતી જાય છે. એમાંથી બધા વાઈરસ ખતરનાક નથી હોતા પણ કોરોના જેવો એકાદ વાઈરસ આખી દુનિયાને ભારે પડે છે. કોરોના કે એના જેવી મહામારીનું મૂળ કારણ જંગલોમાં વધતી મનુષ્યની દખલગીરી છે. માત્ર જંગલો નહીં, હિમનદીઓમાં પણ વાઈરસો છૂપાયેલા હોય છે. આ વાઈરસો હજારો વર્ષોથી ત્યાં રહે છે. જ્યાં સુધી એ વાઈરસને છંછેડવામાં ન આવે ત્યાં સુધી એ વાઈરસ નુકસાન કરતાં નથી.
મોટા ભાગના ઝૂનોટિક વાઈરસ આફ્રિકાના જંગલમાંથી આવ્યા છે. આફ્રિકાના ગાઢ જંગલમાં રહેતા વાનર સહિતના પ્રાણીઓ વાઈરસના વાહક છે. એટલે કે વાઈરસ તેમના શરીરમાં હજારો વર્ષોથી રહે છે. એ શરીરમાં રહેતા હોવાથી વાઈરસ તેમને નુકસાન કરતાં નથી. પરંતુ આવા વાઈરસો મનુષ્યના સંપર્કમાં આવે અને શરીરમાં ઘૂસે પછી સક્રિય થાય છે. એ વાઈરસનો ફેલાવો પણ પછી વધે છે. ઝીકા, મન્કીપોક્સ, ઈબોલા, યલો ફિવર, મલેરિયા વગેરે આવા વાઈરસોમાંથી પેદા થયેલા રોગ છે.
કોરોના પહેલા આખા જગતમાં હાઈ-પ્રોફાઈલ રોગ જે ગણાતો હતો એ એઈડ્સ છે. એઈડસનો જન્મ પણ આફ્રિકાના જંગલોમાંથી જ થયો છે. મન્કીપોક્સ પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને પણ ચેતવણી આપી છે. આવા વધુ રોગ આવી શકે છે અને એમાંથી એકાદો પણ ફેલાશે તો વળી રસી શોધવી, દવા શોધવી.. વગેરે માથાકૂટ તો કરવી જ પડશે. એના કરતાં સરળ રસ્તો જંગલને ન છંછેડવાનો છે. ઘણા ખરા ઝૂનોટિક વાઈરસ એવા છે, જેનાથી ફેલાતી બિમારીનો કોઈ ઈલાજ હોતો નથી. ઈલાજ શોધવામાં દસ-પંદર વર્ષ લાગતા હોય છે. મન્કીપોક્સનો પણ કોઈ સીધો ઈલાજ નથી, માટે સ્મોલપોક્સ (શીતળા)ની દવા, રસી વડે તેની સારવાર કરવામાં આવે છે.
ઝૂનોટિક વાઈરસની મોટી સમસ્યા એ છે કે આસાનીથી તેનું મૂળ પકડાતું નથી. મૂળ પકડાય નહીં ત્યાં સુધી સારવાર પણ શોધવી મુશ્કેલ થાય છે. કોરોનાનું મૂળ આજ સુધી મળી શક્યું નથી. માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આખા જગતને કહ્યું છે કે સાવધાન રહેવું.
Read Also
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત
- કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર