GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ક્યાં છે દીપડો ? વન વિભાગના 200 કર્મચારીઓનો કાફલો દીપડાને શોધે છે

અમરેલીના બગસરા પંથકમાં દીપડાનો આતંક યથાવત છે. આખી રાત 200 જેટલા વનવિભાગના કર્મચારીઓના કાફલા સાથે દીપડાને શોધવા માટે કામગીરી કરવામાં આવી હતી. તેમ છતા વન વિભાગને દીપડાને પકડવામાં કોઈપણ પ્રકારની સફળતા મળી નથી. ત્યારે આજે ફરી અમરેલીના કલેકટર આયુષ ઓક અને વનવિભાગના અધિકારીઓની બેઠક મળવાની છે. જેમાં દીપડાને પકડવા માટે રણનીતિ ઘડવામાં આવશે.

મહિલા પર કર્યો હુમલો

અમરેલીના બગસરા પંથકમાં દિપડાનો આતંક યથાવત છે. ત્યારે આજ રોજ દીપડાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી ફુટેજમાં દીપડો ગામમાં આંટાફેરા કરતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આદમખોર દીપડાનો આતંક વધી રહ્યો છે તેમ છતાં તંત્ર તેને પકડવામાં અસમર્થ રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત છે કે આદમખોર દિપડાએ બગસરાના લુંઘીયા ગામની મહિલા પર રાત્રીના સમયે હુમલો કર્યો. હુમલામાં દયાબેન માળવી નામના મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ત્યારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દીપડાના વધી રહેલા ત્રાસના કારણે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

READ ALSO

Related posts

અંબાજીના ‘ચુંદડીવાળા માતાજી’નો પાર્થિવદેહ શ્રદ્ધાળુઓના દર્શનાર્થે, ગુરુવારે આશ્રમ ખાતે અપાશે સમાધિ

Bansari

કરોડો પૉલિસીધારકોને મોટો ઝટકો! આ કારણે ડબલ થઈ શકે છે ઈન્શ્યોરન્સ પ્રીમિયમનાં હપ્તા

Mansi Patel

હોસ્પિટલની બેદરકારીથી દર્દી અને પરિવારજનો ચિંતામાં મુકાયા, ભૂલ થઈ ગઈ હશે ચિંતા ન કરશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!