GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

વનવિભાગના કાર્યક્રમમાં જાહેરનામાનાં ઉડ્યા લીરે લીરા, ટોચના અધિકારીઓ અને કર્મચારીઓ નિયમને ઘોળીને પી ગયા

જૂનાગઢમાં વનવિભાગના ટોચના અધિકારીઓ અને કર્મચારીઓએ લોકડાઉન દરમ્યાન કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરતા વિવાદ સર્જાયો છે. ગીર પશ્ચિમ વનવિભાગના ડીસીએફ ધીરજ મિતલ સહિતના અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓએ માસ્ક પહેર્યા વગર જ ફોરેસ્ટ ગાર્ડ ક્વાર્ટરનું ઉદ્દઘાટન કર્યું. એટલું જ નહિં આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પણ ધજાગરા ઉડ્યા.

સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પણ ધજાગરા ઉડ્યા

  • વનવિભાગ ગીર પશ્ચિમના ડીસીએફ ધીરજ મીતલ આવ્યા વિવાદમાં
  • લોકડાઉન દરમિયાન કલેકટરના જાહેરનામાનો ખુલ્લેઆમ વન અધિકારીઓએ કર્યો ભંગ
  • માસ્ક પહેર્યા વગર ફોરેસ્ટ ગાર્ડ કવાટરનું કર્યું ઉદ્ઘાટન
  • સોશિયલ ડિસ્ટન્સનાં પણ ઉડ્યા ધજાગરા
  • એક પણ વન અધિકારી કે કર્મચારી એ મોઢા પર ન બાંધ્યું માસ્ક
  • ગીરગઢડા નજીકના ઝાખીયા થાણા પર યોજાયો હતો ઉદઘાટન કાર્યક્રમ
  • આરટીઆઇ એક્ટિવિસ્ટ ભીખુભાઇ બાટાવાળાએ કલેકટરને કરી ફરિયાદ
  • કલેકટર જવાબદારો સામે પગલાં લઇ દાખલો બેસાડે છે કે કેમ તેને લઇ ઉઠી રહ્યા છે અનેક સવાલો
  • જાહેરનામાના ભંગ બદલના ફોટા બહાર આવતા વન વિભાગમાં મચી ગયો હડકપ
  • વનવિભાગના અધિકારીઓ સામે પોલીસમાં આપવામાં આવી અરજી
  • ગીર પશ્ચિમના ડીસીએફ ધીરજ મિત્તલ સહિતના અધિકારી અને કર્મચારીઓ એ કાયદાના ઉડાવ્યા છે ધજીયા
  • ગીર ગઢડા પીએસઆઈને કોડીનારના આરટીઆઇ એક્ટિવિસ્ટ એ આપી અરજી
  • મહેશ મકવાણાએ જાહેરનામાનો ભંગ કરનાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની કરી માંગ
  • સામાન્ય લોકોને અજાણતા પણ માસ્ક પહેરેતા ભુલાઈ જાય છે તો થાય છે ગુનો દાખલ

સામાન્ય લોકોને અજાણતા પણ માસ્ક પહેરેતા ભુલાઈ જાય છે તો થાય છે ગુનો દાખલ

ગીરગઢડા નજીકના ઝાખીયા થાણા પર આયોજીત આ કાર્યક્રમમાં હાજર એક પણ વન અધિકારી કે કર્મચારીએ મોઢા પર માસ્ક પહેર્યું નહોતું. મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટ ભીખુભાઇ બાટાવાળાએ કલેક્ટરને ફરિયાદ કરી છે. બીજી તરફ કોડીનારના આરટીઆઇ એક્ટિવિસ્ટ મહેશ મકવાણાએ પણ ગીર ગઢડા પીએસઆઇને વનવિભાગના અધિકારીઓ સામે અરજી આપી છે.મહેશ મકવાણાએ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરનાર વન અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે.

READ ALSO

Related posts

ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ચોક્કસપણે યોજવાનો આયોજકોને છે આ પ્રકારે સંપૂર્ણ ભરોસો

Harshad Patel

Corona ટેસ્ટિંગ માટે સરકારની માનસિકતા ‘નેગેટિવ’ : 130 કરોડની વસતીમાં 1 કરોડ થયા ટેસ્ટ

Arohi

રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં ભાજપમાં જ ડખા, બળવાથી જયેશ રાદડિયાની શાખ દાવ પર લાગી

Karan
Do NOT follow this link or you will be banned from the site!