GSTV
Home » News » વન વિભાગનો ભાજપ પ્રમુખ સામે મુજરો, VIDEO વાયરલ થવા છતાં જીતુ વાઘાણીએ કરી આ સ્પષ્ટતા

વન વિભાગનો ભાજપ પ્રમુખ સામે મુજરો, VIDEO વાયરલ થવા છતાં જીતુ વાઘાણીએ કરી આ સ્પષ્ટતા

ગીરના જંગલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ચલાવેલી જીપનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે. ત્યારે જીતુ વાઘાણીએ સમગ્ર વિવાદ મામલે સ્પષ્ટતા કરી તેમજ તેમણે કોઇ નિયમોનું ઉલ્લંઘન ન કર્યું હોવાનો બચાવ પણ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસે આ મુદ્દે જીતુ વાઘાણી પર પ્રહાર કરી તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સમગ્ર વિવાદમાં વન વિભાગની કાર્યવાહી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં જીપ ચલાવવાનો વિવાદ વધુ ગરમાયો છે. ગીરમાં જીપ ચલાવવાનો વિવાદ વકર્યા બાદ હવે ખુદ જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે. જીતુ વાઘાણીએ સમગ્ર વિવાદ મુદ્દે નિવેદન આપી પોતે કોઇ નિયમોનું ઉલ્લંઘન ન કર્યું હોવાનો બચાવ કર્યો હતો.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે ગીરગઢડાના કાર્યક્રમમાં હું જે રસ્તેથી ગયો તે વિસાવદર-સત્તાધારનો રસ્તો છે. જે જાહેર લોકો માટે ખુલ્લો છે. હું પ્રતિબંધિત વિસ્તારમાં ગયો જ નથી. જે જીપ છે તે પણ માન્યતા પ્રાપ્ત છે.

rajya sabha congress

બીજી તરફ કોંગ્રેસે જીતુ વાઘાણીની જંગલ વિસ્તારની લટાર સામે સવાલો ઉઠાવ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે કાયદા દરેક માટે સમાન રીતે લાગુ પડે છે. જીતુ વાઘાણીએ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોત તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઇએ.

જો કે જે પ્રકારે ગીરના જંગલમાં જીતુ વાઘાણીએ જીપ ચલાવી છે તેને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. વનવિભાગ દ્વારા જીતુ વાઘાણી સામે કોઇ જ કાર્યવાહી કરવામાં નથી આવી. વન વિભાગ જીતુ વાઘાણી સામે જાણે કે મુજરો કરતું હોય તેવું ફલિત થાય છે. જીપ ચલાવવા દરમ્યાન જીતુ વાઘાણીએ સીટ બેલ્ટ પણ નથી પહેર્યો. સામાન્ય માણસે જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો તેની સામે શું કાર્યવાહી થાય છે તે આપણે જાણીએ છીએ.

સામાન્ય માણસ જો ગીરમાં આ પ્રકારે પકડાયો હોય તો વનવિભાગે તેને ક્યારનો જેલમાં ધકેલી દીધો હોય. પરંતુ જીતુ વાઘાણી જાણે કાયદાથી પર હોય તેમ વનવિભાગ તેની સામે મુજરો કરે છે. શું જીતુ વાઘાણી ભાજપના નેતા છે એટલે તેમને છૂટો દોર આપવામાં આવ્યો. મહત્વનું છે કે હાલમાં ગીરમાં વનરાજોનું વેકેશન ચાલી રહ્યું છે. તેમ છતાં જંગલમાં બેરોકટોકપણે જીતુ વાઘાણીની જીપની આ લટારે વિવાદ સર્જ્યો છે.

વાઘાણી પર મહેરબાની!

  • ગીરના જંગલમાં જીતુ વાઘાણીની જીપની લટાર બાદ ઉઠ્યા સવાલો
  • વન વિભાગ દ્વારા જીતુવાઘાણી સામે કોઈ જ કાર્યવાહી કરાઈ નથી
  • વન વિભાગનો જીતુ વાઘાણી સામે મુજરો
  • જીપ ચલાવતા દરમ્યાન જીતુ વાઘાણીએ સીટ બેલ્ટ પહેર્યો નથી
  • સામાન્ય માણસે સીટ બેલ્ટ મ પહેર્યો હોય તો તેની સામે શું કાર્યવાહી થાય?
  • સામાન્ય માણસ ગીરમાં આ પ્રકારે પકડાય તો વન વિભાગ તેને જેલમાં ધકેલી દે
  • જીતુ વાઘાણી કાયદાથી પર હોય એવું વન વિભાગનું વર્તન
  • શું જીતુ વાઘાણી ભાજપનાં નેતા છે એટલે તેમને છૂટો દોર આપવામાં આવ્યો?

READ ALSO

Related posts

64 લાખ લોકોને EPFOએ આપી મોટી ભેટ, હવે ઘરે બેઠા થઇ જશે તમારુ આ કામ

Bansari

દિલ્હી હિંસા: મૃતક પરિવારની વ્હારે આવ્યા કેજરીવાલ, 10 લાખના વળતર સાથે આટલી મદદ કરશે

Pravin Makwana

IPL 2020: SRHનો ચોંકાવનારો નિર્ણય, વિલિયમસનને કેપ્ટન પદેથી હટાવી આ ખેલાડીને સોંપી ટીમની કમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!