GSTV

ફોરેન્સિક રિપોર્ટમાં થયો ખુલાસો, પોસ્ટ મોર્ટમના આટલા કલાક અગાઉ સુશાંતનું મોત થયું હતું

સુશાંત

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતનું 14મી જૂને નિધન થયું હતું. આમ તેના મોતને ચાર મહિના થવા આવ્યા છે પરંતુ તેમાં દરરોજ નવા વળાંક આવતા રહે છે. હવે એક નવો વળાંક આવ્યો છે જેમાં ફોરેન્સિક રિપોર્ટને લઇને કેટલાક સવાલો પેદા થઈ શકે છે. ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે જેમાં સુશાંતના મોતનો સમય આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ પોસ્ટ મોર્ટમના લગભગ 10 થી 12 કલાક અગાઉ સુશાંતનું મોત થઈ ગયું હતું.

અગાઉના રિપોર્ટમાં સુશાંતના મોતના સમયનો ઉલ્લેખ ન હતો

સુશાંત

પોસ્ટમોર્ટમ કરનારા કૂપર હોસ્પિટલના ડોક્ટરે માહિતી આપી હતી કે સુશાંતના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ 14મી જૂને રાત્રે 11.00 વાગ્યે થયું હતું, અગાઉના રિપોર્ટમાં સુશાંતસિંહ રાજપૂતના મોતનો સમય લખ્યો ન હતો તેથી સવાલ થતા હતા કે કોઈ કાવતરાને કારણે આમ થયું હશે. ત્યાર બાદ એઇમ્સના ફોરેન્સિક નિષ્ણાતોએ ડોક્ટરને આ તમામ સવાલો કર્યા હતા. સીબીઆઈએ પણ આ તમામ તથ્યોની તપાસને પોતાની તપાસનો હિસ્સો બનાવી દીધો છે. હવે આ માહિતી સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ રજૂ કરાશે.

એઇમ્સની થિયરી પર પણ ઉઠ્યા સવાલ

સુશાંત

આ માહિતી બાદ એઇમ્સની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે કેમ કે બે દિવસ અગાઉ એઇમ્સના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડૉ. સુધીર ગુપ્તાએ જાહેર કર્યું હતું કે સુશાંતનું મોત આત્મ હત્યાથી થયું છે અને હત્યા કરાઈ નથી. હવે ટીવી ચેનલો સુધીર ગુપ્તાના અગાઉના ઇન્ટરવ્યૂ દેખાડી રહી છે જેમાં મુંબઈ પોલીસની તપાસ અને પુરાવાઓ સાથે ચેડાં કર્યા હોવાની વાત કહેવામાં આવી હતી.

Read Also

Related posts

Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત

Pravin Makwana

56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Karan

વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!