વિદેશમાં રહેતા ભારતીયોએ આ વર્ષે રેમિટન્સની બાબતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતમાં વિદેશથી આવતા નાણામાં ૧૨ ટકા સુધીનો વધારો થયો છે. ભારતીયોએ લગભગ ૧૦૦ અબજ ડોલર સ્વદેશ મોકલ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ રકમ ભારતના શેરબજારમાં એફડીઆઈની રકમ કરતાં ૨૫ ટકા વધુ છે.ભારત પછી મેક્સિકો, ચીન અને ફિલિપાઈન્સનો નંબર આવે છે.

વિદેશમાં રહેતા ભારતીયોએ ગયા વર્ષે લગભગ ૮૭ અબજ ડોલર ભારત મોકલ્યા હતા, જેમાં સૌથી વધુ રકમ અમેરિકાથી મોકલવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦ની વાત કરીએ તો લગભગ ૮૩ અબજ ડોલરની રકમ મોકલવામાં આવી હતી. ૨૦૧૬-૧૭ અને ૨૦૨૦-૨૧ વચ્ચે યુએસ, યુનાઇટેડ કિંગડમ અને સિંગાપોરમાંથી રેમિટન્સનો હિસ્સો ૨૬ ટકાથી વધીને ૩૬ ટકાથી વધુ થયો છે.
જોકે પાંચ gcc દેશો સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, ઓમાન અને કતારમાંથી રેમિટન્સમાં ઘટાડો થયો છે. તે ૫૪ ટકાથી ઘટીને ૨૮ ટકા થયો છે. ૨૦૨૦-૨૧માં અમેરિકાએ સંયુક્ત આરબ અમીરાતને પાછળ છોડીને વિદેશથી ભારતમાં મોકલવામાં આવેલી રકમમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

આ વખતે ખાડી દેશોમાં મોટા પાયે અનૌપચારિક રોજગારીની તકો પણ ઉભી થઈ છે. આ સાથે સિંગાપોર, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા વિશ્વના ઘણા સમૃદ્ધ દેશોમાં પણ ઘણી નોકરીઓ ઉભી થઈ હતી. દેશમાં આ વર્ષે એટલે કે ૨૦૨૨માં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં વધારો થવાની સંભાવના છે. તે ૧૦૦ અબજ ડોલરના આંકને પણ વટાવી શકે છે.
READ ALSO
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ
- સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન
- જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય
- નાણાકીય વર્ષ 2022-23ની RBIની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોમાં સામાન્ય જનતાને મળ્યો ઝાટકો
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના