GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

ભારત ચીન તણાવ વચ્ચે વિદેશ પ્રધાનનું ચોંકાવનારું નિવેદન, કહ્યું: “સામનો કરવો પડશે”

લદ્દાખ બોર્ડર પર ચીન સાથે ચાલી રહેલા ટેન્શન વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારતે ચીનનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. જયશંકરનું આ નિવેદન ચીન સાથેની પાંચમા તબક્કાની બેઠક પહેલા સામે આવ્યું છે. આ ચર્ચા પહેલા રદ થઈ ગઈ હતી પરંતુ હવે તે આજે બપોરે 11 કલાકે ચાલુ થઈ ગઈ છે.

એસ જયશંકરે ચીન મુદ્દે જણાવ્યું કે, ચીન સાથે સંતુલન સુધી પહોંચવું સરળ નથી. ભારતે તેનો વિરોધ કરવો પડશે અને સામનો કરવા માટે ઉભા થવું જ પડશે. જયશંકરે ચીનને સંદેશો આપતા એમ પણ સ્પષ્ટતા કરી હતી કે, સરહદ પર તેની (ચીનની) હરકતોની અસર વેપાર પર પડશે તે પણ નક્કી જ છે. વિદેશ મંત્રીએ જણાવ્યું કે, બોર્ડરની સ્થિતિ અને આપણા સંબંધોને અલગ અલગ કરીને ન રાખી શકાય અને તે જ સત્ય છે.

નથી સુધરતું ચીન

જયશંકરનું આ આકરૂં નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ચીન પોતાની હરકતોથી થાક્યું નથી. તે લદ્દાખમાં પોતાની સેનાને પાછી લઈ જવાની વાત તો કરે છે પરંતુ હકીકતમાં ત્યાં આવું બનતું નથી. આ કારણે પાંચમા તબક્કાની સૈન્ય મીટિંગ પહેલા રદ થઈ હતી પરંતુ હવે શરૂ થઈ છે.

અમેરિકા સાથેના સંબંધોમાં ફેરફાર

વિદેશ મંત્રીએ અમેરિકા સાથેના ભારતના સંબંધો અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, યુએસ સાથેના સંબંધો બદલાઈ રહ્યા છે. ભારત અમેરિકાનું પરંપરાગત સાથી નથી રહ્યું પરંતુ હવે સંબંધો વધુ સારા બન્યા છે. ચીન સાથેના ભારતના સંબંધો દ્વીપક્ષીય છે. જો અમેરિકા સાથેના સંબંધો સંદર્ભે તેને જોઈએ તો અંદાજો ખોટો પડી શકે છે.

MUST READ:

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!