GSTV
Business India News Trending

સૌથી વધુ વિદેશી રોકાણ ફેબ્રુઆરી મહિનામાં, ભારતીય શેરબજારમાં માતબર આવક

વિદેશી રોકાણકારોએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય શેરબજારોમાં અંદાજીત 17,220 કરોડ રૂપિયાનું સીધુ રોકાણ કર્યુ છે. આ રોકાણ નવેમ્બર-2017 બાદ સૌથી વધારે રોકાણ છે. વિદેશી પોર્ટફોલિયો નિવેશકોએ નવેમ્બર-2017માં ભારતીય શેરબજારમાં 19,728 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. ડિપોઝીટર પાસે ઉપલ્બધ રહેલા તાજેતરનાં આંક્ડા અનુસાર વિદેશી રોકાણકારોએ શએર બજારમાં 1,17,899.79 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. તેમજ 1,00,680.17 કરોડ રૂપિયાની નિકાસ કરી હતી.

આવી જ રીતે ફેબ્રુઆરીમાં ઘરેલુ શેરબજારમાં સીધુ વિદેશી રોકાણ 17,219.62 કરોડ હતું. આ પહેલા જાન્યુઆરી મહિનામાં વિદેશી પોર્ટફોલીયો રોકાણકારોએ શેરબજારમાંથી 5,263.85 કરોડ રૂપિયાની આવક કરી હતી.ફંડ્સ ઇન્ડિયાનાં મ્યુચ્યુઅલ ફંડ્સનાં રિસર્ચ વિભાગનાં પ્રમુખ વિદ્યા બાલાએ માહિતી આપતા જણાંવ્યું કે અંદાજપત્ર પછી સરકારી ખર્ચામાં સ્પષ્ટતા અને ઘણાં ક્ષેત્રોમાં લેવાલીને પગલે વિદેશી રોકાણકારો ફેબ્રુઆરીમાં સીધા ખરીદાર બન્યા હતાં.

વિદ્યા બાલાનાં કહ્યા પ્રમાણે બજેટ માટે સકારાત્મક વલણ અને કેન્દ્રિય બેન્કે આર્થિક વૃદ્ધિને સમર્થન આપવા માટે લીધેલા પગલાને શેરબજારમાં રોકાણ માટે સીધા જવાબદાર ગણવામાં આવે છે.

READ ALSO

Related posts

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk
GSTV