GSTV

કોરોના મહામારી વચ્ચે દેશની તીજોરી છલકાઈ, થયું અધધધ 2 અબજ ડોલરનું વિદેશી રોકાણ

નીતિ આયોગ સીઈઓ અમિતાભ કાંતે શનિવારે કહ્યું કે કોવિડ-19 આઉટબ્રેકના કારમે અર્થવ્યવસ્થામાં સુસ્તી આવી છે. પરંતુ ભારત વિદેશી રોકાણને આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે. વર્તમાન સ્થિતિમાં ભારતમાં રેકોર્ડ 22 અરબ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. અમિતાભ કાંતે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયાન ઈંડસ્ટ્રીના ઈન્ડિયા@75ના એક વર્ચુઅલ ઈવેન્ટમાં આ વાત કહી હતી. આ દરમયાન ભારતમાં એફડીઆઈ સિસ્ટમની સરાહના કરી અને સમગ્ર વિશ્વમાં સૌથી ઉદાર એફડીઆઈ વ્યવસ્થામાંથી એક છે. કાંતે કહ્યું કે, અમારી એફડીઆઈ વ્યવસ્થા દુનિયામાં સૌથી ઉદાર છે. સતત મોટા સ્તર ઉપર વિદેશી રોકાણને આકર્ષિત કર્યું છે. મહામારી દરમયાન પણ ભારતમાં 22 અરબ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. તેમાં અંદાજે 98 ટકા ઓટેમેટીક રૂટથી આવ્યું છે.

આગામી બે વર્ષમાં વ્યાપાર સરળતા રેન્કિંગમાં ટોચના 3નું લક્ષ્યાંક

ઈવેન્ટમાં વાત કરતા તેણે એ વાત ઉપર ભાર મુક્યો કે, ભારતમાં તેને લઈને કેટલું ખુલ્લું મેદાન છે. વ્યાપારમાં સરળતા છે. વિશ્વ વ્યાપાર સરળતા રેંકીંગમાં ભારતે અંદાજે 79 પોઈન્ટનો કુદકો માર્યો છે. અમારી આશા છે કે, આ વર્ષમાં આપણે ટોપ 50માં જગ્યાં બનાવવામાં કામીયાબ થઈશું અને આવનારા બે વર્ષમાં આપણે ટોપ 3માં હશું.

જિયો પ્લેટફોર્મમાંથી આવ્યું મોટુ વિદેશી રોકાણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ડિઝીટલ ઈકાઈ જિયો પ્લેટફોર્મે એપ્રીલ બાદ આશે 1.5 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યાં છે. જિયો પ્લેટફોર્મે કેટલીક વૈશ્વિક કંપનિઓને 32.94 ટકા ભાગીદારી વેંચી છે. સોશયલ મિડીયા કંપની ફેસબુકે 9.99 ટકા સ્ટોક માટે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય સર્ચ એન્જીન કંપની ગુગલે પણ 7.7 ટકા સ્ટોક માટે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

ટોપ 10 એફડીઆઈ પ્રાપ્ત કરવાનારા દેશોમાં ભારત

યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ અનુસાર, દક્ષિણ એશિયામાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી લચીલી અર્થવ્યવસ્થાના રૂપમાં ઉભરી રહી છે. અને 2020માં વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. જો કે, આ દરમયાન વૈશ્વિક એફડીઆઈમાં ઘટાડો જોવા મળ્યો છે. 2019માં એફડીઆઈ પ્રાપ્ત કરનારાઓની ટોપ કંપનીઓમાં ભારત 9માં ક્રમાંકે હતું. 2018માં ભારતની રેંકીંગ 12માં નંબર ઉપર હતી.

Related posts

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel

સામાજિક સુરક્ષા કે અસુરક્ષા કાયદો / હવે કાયમી નોકરી ગઈ, કરાર આધારે નોકરીએ રખાશે, એક વર્ષની નોકરી હશે તો પણ ગ્રેચ્યુઈટી અપાશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!