GSTV

સરકારે વેચવા કાઢેલી ભારતની આ મોટી કંપનીને ખરીદવા વિદેશી કંપનીઓ વચ્ચે જામ્યો ખરાખરીનો ખેલ

સરકાર

Last Updated on February 6, 2020 by Mayur

દેશની ટોચની પેટ્રોલ-ડીઝલ પંપ ચલાવતી કંપની BPCLને સરકારે વેચવા કાઢી છે. ભારત પેટ્રોલિયમને ખરીદવા માટે ઘરેલુંની સાથે વિદેશી કંપનીઓ પણ મેદાને આવી રહી છે. સરકાર દ્વારા BPCLમાં અંકુશાત્મક હિસ્સો વેચવાની જાહેરાત બાદ મુકેશ અંબાણીના નેજા હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તાડામાર તૈયારી કરી રહી છે. જોકે વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામ્કો દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં હિસ્સો ખરીદવા અંગે વાટાઘાટો ચાલી રહી છે અને આ હિસ્સેદારી વેચાણથી મળનારી રકમ થકી જ મુકેશ અંબાણી BPCLને ખરીદવા તૈયારી કરી રહ્યાં છે.

મહત્વનો મુદ્દો એ છે કે સાઉદી અરામ્કો પ્રત્યક્ષ રીતે ડાયરેક્ટ જ BPCLને ખરીદવા બોલી લગાવી શકે છે અને રિલાયન્સ સાથેનો સોદો પૂર્ણ ન પણ થઈ શકે. સાઉદી અરામ્કો માટે મોટી અસ્કયામત BPCL હોઈ શકે છે તેથી રિલાયન્સ સાથેનો સોદો ન કરીને BPCLમં રોકાણ અરામ્કોની પ્રાથમિકતા છે, તેવું અનેક માર્કેટ અહેવાલમાં જણાવાયું છે.

રસપ્રદ વાત એ છે કે વેંદાતા, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સહિતની ઘરેલું કંપનીઓ પણ BPCLને ખરીદવાની હોડમાં છે તેવામાં રશિયા ટોચની અને ગુજરાતમાં એસ્સાર પાસેથી રિફાનરી ખરીદનાર રોસનેફ્ટ પણ BPCL માટે બોલી લગાવી શકે છે. જો રોસનેફ્ટ પણ આ યાદીમાં જોડાશે તો ભારતીય મૂળના વિદેશી રોકાણાકર આર્સેલર મિત્તલ પણ રસ દાખવી શકે છે અને ભવિષ્યમાં BPCL માટે ખરાખરીનો જંગ જામી શકે છે. ન ભૂલી શકાય કે હાલ રિલાયન્સ અને બ્રિટિશ પેટ્રોલિયમ પણ એકસાથે સંયુકત સાહસમાં ભારતમાં પેટ્રોલ પમ્પો સ્થાપી રહ્યાં છે અને બ્રિટિશ પેટ્રોલિયમ એકલા હાથે પણ BPCLમાં અરજી કરી શકે છે.

READ ALSO

Related posts

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!