અમેરિકન કાર નિર્માતા કંપની ફોર્ડે ભારતમાં પોતાના ગ્રાહકોની સુવિધા અને કોરોના વાયરસથી બચવા માટે એક નવી ડોરસ્ટેપ સર્વિસિંગ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાને ‘ડાયલ-એ-ફોર્ડ’ સર્વિસ પ્લેટફોર્મ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. જેમાં ઘર પર કારની માત્ર રેગ્યુલર મેંટિનેંસ અને નાની-મોટી રિપેરિંગ કરવામાં આવશે.

કંમ્લીટ સર્વિસિંગ માટે પિક-અપ એન્ડ ડ્રોપની મળશે સુવિધા
જો કોઈ ગ્રાહક કંપ્લીટ સર્વિસ લેવા માગે છે તો, તમે પિકઅપ ડ્રોપની સુવિધા લેવી પડશે. ફોર્ડની પિકઅપ અને ડ્રોપ ફેસેલિટી પણ કંપનીની ડાયલ-એ-ફોર્ડ યોજના હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધાઓમાં વોશિંગ, ડેન્ટ રિપેર, પેટિંગ અને મોટી રિપેરીંગ જેવા કામ સામેલ છે. આ સુવિધામાં ફોર્ડના ટેકનીશિયન ગ્રાહકના ઘરથી કારને લઈને જશે અને સર્વિસ બાદ તેને પરત છોડીને પણ આવશે.
કારને ખરીદવી પણ છે સરળ
ડાયલ-એ-ફોર્ડ પ્લેટફોર્નો વપરાશ તમે ફોર્ડની કારને ખરીદવા માટે પણ કરી શકે છે. તે હેઠળ ગ્રાહકો ડેમો અને ટેસ્ટ ડ્રાઈવની સુવિધા પણ આપવામાં આવશે. ત્યારબાદ કેટલાક જરૂરી પેપરવર્ક અને ઓનલાઈન પેમેન્ટ બાદ ગ્રાહકના ઘર પર નવી ફોર્ડ કાર્ડ પહોંચાડી દેવામાં આવશે. ડાયલ-એ-ફોર્ડ યોજનાને હાલમાં બેંગલોર, ચેન્નઈ, દિલ્હી, ગુરુગ્રામ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, અમદાવાદ, ઔરંગાબાદ, કોચિ, ભુવનેશ્વર, ફરીદાબાદ, લખનઉ, જયપુર, તિરુવેંદ્રમ, ઠાણે અને નોઈડામાં શરૂ કરવામાં આવી છે.
READ ALSO
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી