ભારતમાં લૉન્ચ થઇ Ford Aspire CNG, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

ફોર્ડે ભારતીય બજારમાં પોતાની Aspire સેડાને 2 CNG વેરિયન્ટ્સ- Ambient અને Trend Plus ને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. જેની કિંમત ક્રમશ: 6.27 લાખ અને 7.12 લાખ રૂપિયા રાખવામાં આવી છે.  CNG કિટને 1.2 લિટર પેટ્રોલ એન્જિનમાં ફિટ કરવામાં આવ્યુ છે જે 95bhpનો પાવર અને 120Nm પિક ટોર્ક જનરેટ કરે છે અને તેમાં એક ફ્સ્ટ ઇન સેંગમેન્ટ ટાઇપ સિલિન્ડર આપવામાં આવ્યુ છે, જે કાર્ગો સ્પેસ કરતા બહેતર છે.Ford Aspire ગત વર્ષે ઓક્ટોબરમાં ફેસલિફ્ટ આપવામાં આવ્યુ હતુ. જ્યાં રેન્જમાં નવી થ્રી-સિલિન્ડર મોટરને રજૂ કરવામાં આવી હતી. હાલમાં આ કાર પેટ્રોલ અને ડિઝલ બંને વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે, જેનું ડિઝલ યૂનિટ 100PSનો પાવર અને 215Nmવો પિક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનોમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે.  સાથે જ જ્યાં 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઑપ્શન મળે છે. જોકે આ કેવલ 1.5 લિટર પેટ્રોલ એન્જિન મળે છે અને તે પણ Titanium વેરિયન્ટમાં. આ પાવરટ્રેન 123PSનો પાવર અને 150Nm ટોર્ક જનરેટ કરે છે. 


CNG કિટવાળા Aspireમાં સ્ટાન્ડર્ડ તરીકે 2 વર્ષ અથવા તો 1 લાખ કિલોમીટરની વોરન્ટી મળે છે. ગ્રાહકોને દર 2 વર્ષે અથવા તો 20000 કિલોમીટરમાં એક વખત પોતાની CNG કિટને સર્વિસ કરાવવાની જરૂર રહેશે.

કંપનીએ દાવો કર્યો છે કે Aspire CNGએ પોતાના સેગમેન્ટમાં એકમાત્ર CNG પાર્વડ કૉમ્પેક્ટ સેડાન છે, જેમાં સ્ટાન્ડર્ડ પ્રકારના 2 ફ્રન્ટ એરબેગ્સ આપવામાં આવી છે. આ માટે બીજા ફિચર્સની વાત કરીએ તો તેમાં ઇન બિલ્ટ સેટેલાઇટ નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને 7 ઇંચ ટચસ્ક્રીનની સાથે ઇન્ફોટેમેન્ટ સિસ્ટમ, રિયર વ્યૂ કેમેરા, રિમોટ સેન્ટ્રલ લૉકિંગ, ઓટોમેટિક એર કન્ડિશનર અને પાવર વિન્ડોઝ આપવામાં આવ્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter