વિચિત્ર પ્રથા: અહીં લગ્નના નામે છોકરીઓને પીવડાવવામાં આવે છે એક ખતરનાક કેમિકલ

અમારી તમારી નજરમાં કોઈ પણ યુવતી હદ કરતા વધારે પાતળી અથવા જાડી થવાનું વિચારશે નહીં. કારણકે છોકરીઓને આવુ બિલકુલ પસંદ હોતુ નથી. જે છોકરીઓ મોટી હોય છે, તેમનો વજન ઓછો કરવા માટે શું કરતી નથી. ખાવા-પીવાની સાથે તેઓ એક્સરસાઇઝ અને જીમના ચક્કર પણ લગાવે છે. પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં છોકરીઓને જાડી કરવા માટે તેમને એક એવુ કેમિકલ પીવડાવવામાં આવે છે, જે છોકરીઓનો જીવ પણ લઇ શકે છે.

એક મીડિયા અહેવાલ અનુસાર, આ કેમિકલનું સેવન કર્યા બાદ છોકરીઓને 24 કલાક સુધી ઉંઘવાની મનાઈ છે. ઉત્તર પશ્ચિમી આફ્રિકાના મૉરીટેનિયામાં છોકરીઓની સાથે લગ્નના નામે એવો અત્યાચાર થાય છે. અહીં છોકરીઓને એક દિવસમાં ઓછામાં ઓછી 16,000 સુધી કેલોરી ખાવા માટે મજબૂર કરવામાં આવે છે. આ દેશમાં 11 વર્ષની કિશોરીઓ માટે 2 મહિનાની ખાસ ફીડિંગ સીઝન હોય છે. આ સિઝનમાં તેમને આખો દિવસ ઉંટનું દૂધ પિવડાવવામાં આવે છે, જેને ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રથાને પગલે ઘણી યુવતીઓએ અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમૂક છોકરીઓએ ખૂબ ભારે માત્રામાં ખાવાનું ખવડાવ્યા બાદ તેમને એક ઝાડ પરથી નિકાળવામાં આવતુ એક કેમિકલ પીવડાવવામાં આવે છે. આ કેમિકલ પીવાથી લગભગ બધી યુવતીઓના મોત થઇ જાય છે.

આ કેમિકલ અંગે કહેવામાં આવે છે કે આ કેમિકલ પીધા બાદ 24 કલાક સુધી કોઇએ ઉંઘવુ નહીં. અહીંના લોકોનું માનવુ છે કે આ કેમિકલનુ સેવન કરવાથી છોકરીઓ રાતોરાત જાડી થઇ જાય છે. અહીંના લોકોએ આ ઝાડને ‘એશ’ નામ આપ્યું છે. જેમાંથી કાઢેલા કેમિકલને પીધા બાદ છોકરીનો પરિવાર તેને 24 કલાક સુધી જગાડે છે.

તમે એવુ વિચારી રહ્યાં હશો કે અહીંના લોકો છોકરીઓ સાથે આવો અત્યાચાર કેમ કરે છે? અહીંના પુરૂષોનું કહેવુ છે કે જેટલી જાડી છોકરી હશે તેટલી જલ્દી મોટા દિલમાં જગ્યા બનાવી લેશે અને પાતળી છોકરીને દિલમાં ઓછી જગ્યા મળશે. જોકે, સમયની સાથે-સાથે અહીંના યુવકોની વિચારધારામાં ફેરફાર આવ્યો છે. તો કેટલાંક લોકોએ આ પ્રથા તોડીને પાતળી છોકરીઓને પણ અપનાવી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter