GSTV
Business News Trending World

વિશ્વની આ છે 10 શ્રેષ્ઠ કંપનીઓ, એક વાર નોકરી લાગી તો જિંદગીભર પાછું વળીને નહીં જોવું પડે

ભરતી

માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટેટિસ્ટા અને ફોર્બ્સે મળીને વિશ્વની સર્વશ્રેષ્ઠ કંપનીઓ-2020 (World’s Best Employers list 2020)ની યાદી જાહેર કરી છે. 58 દેશોના લગભગ 1.60 લાખ ફુલ ટાઇમ અને પાર્ટ ટાઇમ કર્મચારીઓ સાથે વાત કરીને આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રેન્કિંગ કંપની અને કર્મચારીઓ વચ્ચેના વિશ્વાસ, સામાજિક વર્તન, કંપનીની છબી વગેરે પર આધારિત છે. આ અહેવાલમાં જે વાતો પર વિશેષ ધ્યાન અપાયુંછે તેમાં, આર્થિક સધ્ધરતા, ટેલેન્ટ ડેવલપમેન્ટ, જેંડર સમાનતા, સામાજિક જવાબદારી અને નિષ્પક્ષતા શામેલ છે. તમને જણાવી દઈએ કે, આ યાદીમાં 750 મલ્ટીનેશનલ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે 45 દેશોમાં ફેલાયેલી છે.

વિશ્વની શ્રેષ્ઠ ટોપ-10 કંપનીઓની યાદી

રેન્ક – 1 સેમસંગ ઇલેક્ટ્રોનિક, દક્ષિણ કોરિયા
ઉદ્યોગ – સેમી કન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ટેકનોલોજી હાર્ડવેર અને ઈક્વિપમેન્ટ

રેન્ક – 2 કંપની – એમેઝોન, અમેરિકા
ઉદ્યોગ – રિટેલ એન્ડ હોલસેલ

રેન્ક – 3 – IBM, અમેરિકા
ઉદ્યોગ – આઇટી, ઇન્ટરનેટ, સોફ્ટવેર એન્ડ સર્વિસ

રેન્ક – 4 માઇક્રોસોફ્ટ, અમેરિકા
ઉદ્યોગ- આઇટી, ઇન્ટરનેટ, સોફ્ટવેર એન્ડ સર્વિસ

રેન્ક – 5 LG, દક્ષિણ કોરિયા
ઉદ્યોગ- સેમી કન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ટેકનોલોજી હાર્ડવેર અને ઈક્વિપમેન્ટ

રેન્ક – 6 એપ્પલ, અમેરિકા
ઉદ્યોગ- સેમી કન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ટેકનોલોજી હાર્ડવેર અને ઈક્વિપમેન્ટ

રેન્ક – 7 એડોબ, અમેરિકા
ઉદ્યોગ- આઇટી, ઇન્ટરનેટ, સોફ્ટવેર એન્ડ સર્વિસ

રેન્ક – 8 આલ્ફાબેટ ઇન્ક. (Google), અમેરિકા
ઉદ્યોગ- આઇટી, ઇન્ટરનેટ, સોફ્ટવેર એન્ડ સર્વિસ

રેન્ક – 9 સિમેન્સ, જર્મની
ઉદ્યોગ- એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ

રેન્ક – 10 – બોસ, જર્મની
ઉદ્યોગ- એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV