GSTV
Home » News » Forbes Richest Indian 2018: સલમાન સતત ત્રીજા વર્ષે બન્યો ‘સુલતાન’, પ્રિયંકા પર ભારે પડી દીપિકા

Forbes Richest Indian 2018: સલમાન સતત ત્રીજા વર્ષે બન્યો ‘સુલતાન’, પ્રિયંકા પર ભારે પડી દીપિકા

સલમાન ખાન ફક્ત બૉક્સ ઑફિસનો જ સુલતાન નથી પરંતુ હવે તો તે બોલીવુડમાં કમાણીના મામલે પણ ટૉપ પર છે. ફૉર્બ્સ તરફથી જાહેર કરવામાં આવેલી વર્ષ 2018ની સૌથી અમીર ભારતીય સેલેબ્રિટીઝની યાદીમાં આ વાતનો ખુલાસો થયો છે.

વાર્ષિક 253.25 કરોડની આવક સાથે બોલીવૂડ સ્ટાર સલમાન ખાન ફોર્બ્સની યાદીમાં સતત ત્રીજા વર્ષે ટોપ પર , જ્યારે આ વખતે વિરાટ કોહલી શાહરૂખને પછાડી બીજા નંબર પર આવી ગયો છે .વિશ્વ વિખ્યાત મેગેઝીન ફોર્બ્સે ભારતની 2018 માં ટોચની 100 સેલેબ્રિટીઝની યાદી જાહેર કરી છે . ફોર્બ્સે 7 માં ઇન્ડિયા સેલિબ્રિટી યાદમાં આ વર્ષે પણ સલમાન ખાન પ્રથમ સ્થાને છે . મેગેઝિને પોતાની વેબસાઇટ પર ભારતના ટોપ 100 સેલિબ્રિટીની યાદી મૂકી છે .

વર્ષ 2018 ના લિસ્ટમાં 52 વર્ષિય સલમાન ખાન સતત ત્રીજા વર્ષે લિસ્ટમાં પ્રથમ સ્થાને છે . જેમાં તેની આ વર્ષે રીલિઝ થયેલી ટાઇગર જિન્દા હેં અને રેસ 3 ની આવકનો સમાવેશ થાય છે . ફિલ્મો સિવાય સલમાન ખાન ટેલિવિઝન શો અને જાહેરાતોમાંથી પણ કરોડોની કમાણી કરે છે . સલમાન ખાનની વાર્ષિક આવક 253.25 કરોડ છે . જે ટોપ 100 સેલિબ્રિટીની આવક 3,140.25 કરોડના 8 ટકા છે .

તો લિસ્ટમાં આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે . વિરાટ કોહલીની વાર્ષિક આવક 228.09 કરોડ રૂપિયા છે . જે ગયા વર્ષ કરતાં 116.53 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે .

જ્યારે ત્રીજા નંબર પર અક્ષય કુમાર છે , જેમની વાર્ષિક આવક 185 કરોડ રૂપિયા છે .

તો ગયા વર્ષે 170 કરોડની આવક સાથે બીજા સ્થાને રહેલા શાહરૂખ ખાન આ વર્ષે ટોપ 10 માંથી જ બહાર થઇ ગયા , આ વર્ષ શાહરૂખ ખાન માટે નબળું રહ્યું છે , શાહરૂખ ખાનની આવકમાં 33 ટકા ઘટાડો નોંધાયો છે , આ વર્ષે SRK લિસ્ટમાં 17 માં સ્થાને છે .

હાલમાં જ લગ્નને લઇને ચર્ચામાં રહેલી દીપિકા પાદુકોણે અને પુરુષ સેલિબ્રિટીને પછાડી ટોપ ટેનમાં સ્થાન બનાવ્યું છે . દીપિકા આ વર્ષના લિસ્ટમાં ચોથા સ્થાને છે . સાથે જ પહેલી મહિલા બની ગઇ છે જેણે ટોપ પાંચમાં જગ્યા બનાવી હોય . દીપિકાએ આ વર્ષે 112.80 કરોડ રૂપિયાની આવક કરી છે . જેમાં તેની છેલ્લે રીલિઝ થયેલી પદ્માવત ફિલ્મ અને જાહેરાતને કારણે કમાણી વધી છે .

ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની આવક ( રૂપિયા 28.46 કરોડ ) માં નોંધપાત્ર વધારો નોંધાયો છે . જે ગતવર્ષ કરતાં 9 ગણો વધારો નોંધાયો છે . તો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હિરોઇન નયનથારા એકમાત્ર મહિલા છે . નયનથારાની કોમેડી ફિલ્મ કલમાવુ કોકિલા અને થ્રિલર અરામને કારણે તેની આવકમાં વધારો નોંધાયો છે .ફોર્બ્સની લિસ્ટમાં સામે ટોપ 100 સેલિબ્રિટીની કુલ મળીને આવક 3,140.25 કરોડ છે , જે ગત વર્ષે 2.683.31 કરોડ હતી .

Read Also

Related posts

ભારતનું મોશન પોસ્ટર રિલીઝ, સલમાન ખાનનાં દેખાયા અનેક અવતાર

Mayur

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur