GSTV
Home » News » દુનિયાની સૌથી તાકાતવર મહિલાઓ, એક પીએમ મોદીને પણ પડી હતી ભારે

દુનિયાની સૌથી તાકાતવર મહિલાઓ, એક પીએમ મોદીને પણ પડી હતી ભારે

આ છે દુનિયાની સૌથી તાકાતવર મહિલાઓ. જેમના એક નિર્ણયથી વિશ્વની ઇકોનોમીને અસર થઈ શકે છે. જોકે, તેમાં ભારતની એકપણ મહિલાનો સમાવેશ થતો નથી એ બદનસીબી છે.

ટોપ પાંચમાં પાંચમા નંબર પર જનરલ મોટર્સની સીઈઓ મેરી બર્રાનું નામ આવે છે. ઇલેક્ટ્રીક અને સેલ્ફ ડ્રાઇવિંગ વાહનોના પ્રોત્સાહન માટે મેરી બર્રાએ અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ લિસ્ટમાં ચોથા નંબરે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુંલા વોન ડે લેયેનનું નામ આવે છે. લેયેનની જવાબદારી 70 કરોડ યુરોપિયન લોકોની છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ પછી સૌથી મોટું બીજું પદ એ યૂએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવના સ્પીકરનું હોય છે. આ પદ હાલમાં નેંસી પેલોસી સંભાળે છે. ફો ની લિસ્ટમાં તેઓ દુનિયાના સૌથી ત્રીજા તાકાતવર મહિલા છે. અમેરિકી સંસદના નીચલા ગૃહની અધ્યક્ષ (હાઉસ ઓફ રેપ્રિઝેન્ટટિવ) નેંસી પેલોસીએ ડેમોક્રેટ્સ સાંસદો સાથે મિટિંગમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્ર્મ્પ પર મહાભિયોગ ચલાવવાની જરૂર નથી, તેમને તો જેલમાં જ ધકેલી દેવા જોઈએ

ફોર્બ્સના આ લિસ્ટમાં બીજા ક્રમાંકે યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રેસિડન્ટ ક્રિસ્ટીન લોગાર્ડનું નામ છે. જેઓ યુરોપિયન સેન્ટ્રલ બેંકની જવાબદારી સંભાલનાર પ્રથમ મહિલા અધિકારી છે.

દુનિયાની સૌથી તાકાતવાર મહિલાના ફોર્બ્સના લિસ્ટમાં જર્મનીના ચાન્સલર એન્જલા મર્કેલ સૌ પ્રથમ નંબરે છે. જેઓ ફક્ત પ્રથમ મહિલા ચાન્સલર તો છે પણ 2005થી આજદીન સુધી તેમની ખુરશીને કોઈ ડગમગાવી શક્યું નથી. જેઓ એક એવા મહિલા છે જેઓએ મોદી સાથે પણ એક તબક્કે હાથ નહોતા મિલાવ્યા. 64 વર્ષીય એન્જેલા મર્કેલ છેલ્લા 13 વર્ષથી જર્મનીની ચાન્સેલર છે. 2005માં પહેલી વખત ચાન્સેલર બન્યા હતા. 14 માર્ચ 2014એ ચોથી વાર જર્મનીના ચાન્સલેર બન્યા હતા. એન્જેલા મર્કેલ 2021માં તેમના કાર્યકાળ સમાપ્ત થયા બાદ ચાન્સેલરનું પદ છોડી દેશે. મર્કેલે કહ્યું કે ચાન્સેલરના તરીકે આ મારો અંતિમ કાર્યકાળ છે.

Related posts

WHOની ચેતવણી: ઈરાનમાં કોરોનાથી 34નાં મોત, ચીનમાં મૃત્યુ આંક 2800ને પાર

Bansari

કોરોનાએ કડાકો બોલાવ્યો : ભારતના બે મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં કુલ 42,381 કરોડનો ઘટાડો

Mayur

રાકેશ અસ્થાનાની સામે લાંચ કેસમાં પુરતા પુરાવા હોવા છતાં આપવામાં આવી ક્લિનચીટ, સીબીઆઈ કોર્ટમાં ઘટસ્ફોટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!