કમાણીના મામલે ધોનીથી માત્ર એક કદમ પાછળ છે કોહલી,આવકનો આંકડો જાણીને આંખો પહોળી થઇ જશે

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટમાં હાલ શાનદાર ફૉર્મમાં છે. વિરાટ કોહલી ગ્રાઉન્ડમાં બૉલરની ધોલાઇ કરીને તાબડતોડ રન કરવાની સાથે સાથે બ્રાન્ડ એન્ડરોર્સમેન્ટ અને ક્રિકેટથી વાર્ષિક કરોડોની કમાણી કરી રહ્યો છે.

વિરાટ કોહલી હાલમાં 21 બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યો છે જેમાં ઑડી, ટિસૉટ, પ્યૂમા, ઉબર અને હીરો જેવી જાણીતી બ્રાન્ડ શામેલ છે. આટલી ડીલ અને કમાણીના આંકડામાં તેણે ખેલની દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારની યાદીમાં શામેલ કરે છે. જે દુનિયામાં સૌથી વધારે 100 ખિલાડીઓ ખેલની મદદથી કમાણી કરે છે તેમાં વિરાટ કોહલી શામેલ છે. ખેલની દુનિયામાં સૌથી વધારે કમાણી કરનાર 100 લોકોની લિસ્ટમાં તેનું સ્થાન 83મું છે ગત 12 મહિનામાં જાહેરાતથી તેની કમાણી 2.4 કરોડ ડોલર (આશરે 170 કરોડ રૂપિયા) થઇ રહી છે.

ધોનીનો તોડી શકે છે રેકોર્ડ:

હાલમાં સૌથી વધારે કમાણી કરનાર ભારતીય ખેલાડીમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આવે છે. પૂર્વ કેપ્ટનની કમાણી 2015માં 3.1 કરોડ ડૉલર (આશરે 219 કરોડ રૂપિયા) હતી. કોહલી જલ્દી ધોનીને પાછળ છોડી શકે છે અને નંબર-1 ભારતીય ક્રિકેટર બની શકે છે. રસપ્રદ છે કે કોહલી આ યાદીમાં જગ્યા બનાવનારો વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે.

કોહલી જોકોવિચ કરતા પણ છે આગળ:

કમાણી મામલે કોહલી દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ અને ફૂટબોલર સર્જિયો એગ્યૂરો કરતા પણ આગળ છે. વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડી અમેરિકાનો બોક્સર ફ્લોયડ મેયવેદર છે, જ્યારે આર્જેન્ટિનાનો ફૂટબોલર લિયોનેલ મેસ્સી બીજા અને પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ત્રીજા નંબર પર છે. ફોર્બ્સ અનુસાર વિરાટ કોહલીએ 20 મિલિયન ડૉલર એન્ડોર્સમેન્ટમાંથી કમાણી કરી છે જ્યારે 4 મિલિયન ડૉલર સેલેરી અને એવોર્ડના રૂપમાં મળ્યા છે. કોહલીની કમાણી વધવાની સંભાવના છે કારણ કે ભારતની આર્થિક સ્થિતિ પણ સતત મજબૂત થઇ રહી છે.

સોશિયલ મીડિયા પર પણ છે દબદબો:

વિરાટ કોહલીને આજે પણ ભારતનો યૂથ આઇકન માનવામાં આવે છે. ફેસબુક પર તેના લગભગ 37 મિલિયન ફેન્સ છે, જ્યારે 26.6 મિલિયન લોકો તેણે ઇન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે. જ્યારે ટ્વિટર પર 27.1 મિલિયન લોકો તેને ફોલો કરે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter