GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

Forbes List : મુકેશ અંબાણીએ આમા પણ મારી બાજી, ફોર્બ્સની આ લિસ્ટમાં નંબર વન

ફોર્બેસે દુનિયાભરની સ્પોર્ટ્સ ટીમોના સૌથી ધનાઢ્ય માલિકોની યાદી જારી કરી છે. ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી  આ યાદીમાં ટોચ પર છે. મુકેશ અંબાણી ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઇપીએલ)માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. ફોર્બ્સે આ યાદીમાં કુલ 20 લોકોને સામેલ કર્યા છે.

યાદી અનુસાર ગત વર્ષની તુલનામા 13 ટીમ માલિકોની સંપત્તિમાં વધારો થયો છે. પાંચની સંપત્તિમાં કેટલોક ઘટાડો થયો છે જ્યારે બેની સંપત્તિ યથાવત છે. 3.6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા અંબાણીએ 2008માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ખરીદી હતી.

લિસ્ટમાં એનબીએ ટીમ લૉસ એન્જેલેસ ક્લિપર્સના માલિક સ્ટીવ બાલમર બીજા અને ઑટો રેસિંગ ટીમ રેડ બુલના માલિક ડિએટ્રિચ માટેશિટ્ઝ ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત હોકી ટીમ સાન જોસ શાર્કના માલિક હાસો લેટનર એન્ડ ફેમીલી, ચેલ્સી ફુટબોલ ક્લબના માલિક રોમન અબ્રામોવિચ અને કેરોલિના પેન્થર્સ ફુટબોલ ટીમના માલિક ડેવિડ ટેપર પણ લિસ્ટમાં સામેલ છે.

ટોચની 5 સ્પોર્ટ્સ ટીમના માલિક

નામ ટીમ સ્પોર્ટ્સ નેટવર્થ
મુકેશ અંબાણી મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલ 50 બિલિયન ડોલર
સ્ટીવ બાલમર લૉસ એન્જેલેસ ક્લિપર્સ એનબીએ 41.2 બિલિયન ડોલર
ડિએટ્રિચ માટેશિટ્ઝ રેડ બુલ ઑટો રેસિંગ 18.9 બિલિયન ડોલર
હાસો પ્લેટનર એન્ડ ફેમિલી સાન જોસ શાર્ક આઇસ હોકી 13.5 બિલિયન ડોલર
રોમન અબ્રામોવિચ ચેલ્સી ક્લબ ફુટબોલ 12.4 બિલિયન ડોલર

Read Also

Related posts

તહેવારોમાં નહીં બગડે ગૃહિણીઓનું બજેટ, સીંગતેલના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો

Bansari

રિયા ચક્રવર્તીની કૉલ ડિટેલ્સ આવી સામે, સુશાંત કે મહેશ ભટ્ટ નહીં આ વ્યક્તિને કર્યા છે વારંવાર ફોન

Bansari

રિયા ચક્રવર્તીની આડોડાઇ: ઇડીને પૂછપરછમાં ન આપ્યો સહયોગ, સવાલોના આપ્યા આવા જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!