GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ચૂંટણી હાર્યા પછી શરદ પવાર આ પગલું ભરશે? રાહુલ સાથે મુલાકાત બાદ અટકળો તેજ થઇ

લોકસભા ચૂંટણીમાં યુપીએની કારમી હાર થઇ છે. અનેક રાજ્યોમાં ભાજપ અને તેનાં સાથી પક્ષોએ જબ્બર જીત મેળવી છે. ભાજપનાં ગઢ ગણાતા મહારાષ્ટ્રમાં પણ ભાજપ-શિવસેના યુતિએ તમામનો સફાયો કર્યો છે. મહારાષ્ટ્રમાં એક તરફ ભાજપ-શિવસેના છે. બીજી તરફ કોંગ્રેસ-એનસીપી યુતિ છે. જો કે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી યુતિ નિષ્ફળ નિવડી છે.

કોંગ્રેસ અને એનસીપી હારનાં કારણો ચકાસવાની વેતરણમાં છે. તેવામાં એક ચર્ચા ચાલી રહિ છે કે, NCPનું કોગ્રેસમાં વિલય થશે. સોનિયા ગાંધીનાં વિદેશી કૂળનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસમાંથી અલગ થઇને શરદ પવારે NCP(રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ની રચના કરી હતી. જો કે બન્ને પક્ષોની વિચારધારામાં કોઇ ફેરફાર નથી. ત્યારે આ એનસીપીનાં કોંગ્રેસમાં વિલય થવાની વાતે જોર પકડ્યું છે.

બન્ને પાર્ટીઓએ વર્ષો સુધી મહારાષ્ટ્રમા અને કેન્દ્રમાં વર્ષો સુધી સરકાર ચલાવી છે. તેથી સરકારનાં વહીવટનો પણ અનુભવ છે. જો કે હવે સોનિયા ગાંધીની નાગરિકતાનો મુદ્દો પણ અભેરાઇએ પડ્યો છે. પહેલા સ્થિતી એવી હતી કે કોંગ્રેસ અને એનસીપી બન્ને પક્ષો સરખું કદ ધરાવતા હોવાથી વિલય શક્ય ન હતો. જો કે અત્યારે બન્ને પાર્ટી કપરા સમયમાંથી પસાર થઇ રહિ છે. તેવામાં ચર્ચા ચાલી રહિ છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા બન્ને પક્ષો એક થાય તો તેમનાં રાજકિય ભાવિ માટે સારૂ બની રહેશે.

મહત્વનું છે કે આજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એનસીપી સુપ્રિમો શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત પાછળનાં કોઇ ખાસ કારણો બહાર આવ્યા નથી. જો કે બન્ને પક્ષો આવનારા સમયમાં કેવા પગલા ભરશે તે તો સમય બતાવશે.

READ ALSO

Related posts

સુરત: સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા, વરસાદને કારણે લોકોને પડી હાલાકી

pratik shah

જીવલેણ કોરોના વાયરસને રોકવામાં તંત્ર નિષ્ફળ, સરકાર પાસે નથી કોઈ પણ પ્રકારનું આયોજન

pratik shah

દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષની પોલીસે કરી ધરપકડ, લોકડાઉનમાં રાજધાટ પર પ્રદર્શન આદર્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!