GSTV
Home » News » દેવામાફી પર સરકારનું કોર્પોરેટ મંત્રાલય બનાવી રહ્યુ છે માસ્ટરપ્લાન, લાખો લોકોને થશે ફાયદો

દેવામાફી પર સરકારનું કોર્પોરેટ મંત્રાલય બનાવી રહ્યુ છે માસ્ટરપ્લાન, લાખો લોકોને થશે ફાયદો

PM Modi coalition

કોર્પોરેટ બાબતના મંત્રાલય દ્વારા યોજના તૈયાર કરવામાં આવી રહીં છે જેમાં સમગ્ર દેશમાં લોન માફ કરી દેવામાં આવશે. આ યોજના અંતર્ગત નાની લોન લેનાર તમામ લોકોની લોન માફ કરવામાં આવશે. જોકે, આ યોજનાનો અમલ નવી સરકાર સત્તામાં આવ્યા બાદ કરવામાં આવી શકે છે. યોજના અંતર્ગત દુકાનદારોથી લઇ નાના ખેડૂતો અને શિલ્પકારો તમામની લોન માફ કરી દેવામાં આવી શકે છે.

આ લાગુ પડશે નિયમો

મિડિયા અહેવાલ અનુસાર, આવક અને સંપત્તીને ધ્યાનમાં રાખીને યોજનાના લાભાર્થી નક્કી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ વર્ષની 60,000 રૂપિયા આવક, 35,000 રૂપિયા અથવા તેનાથી ઓછું દેવું અને 20,000 રૂપિયા અથવા તેનાથી ઓછી સંપત્તી વાળાને લાભ મળવા પાત્ર રહેશે. કોર્પોરેટ બાબતના સચિવના રિપોર્ટ અનુસાર સુઆયોજિત રીતે રીતે તૈયાર કરવામાં આવેલી દેવામાફી યોજનામાં નાના ખેડૂતો, શિલ્પકારો, નાના ધંધાર્થીઓ અને અન્ય લોકોના દેવાનો સમાવેશ કરવામાં આવશે.

નાણાકીય વર્ષમાં 20 હજાર કરોડ કે તેનાથી વધારે ખર્ચ થઈ શકે છે

આ યોજના લાગુ કરવા માટે Insolvency and Bankruptcy Code ના ઘણા ફિચરમાં બદલાવ કરવામાં આવશે. યોજના થકી એક નાણાકીય વર્ષમાં 20 હજાર કરોડ કે તેનાથી વધારે ખર્ચ થઈ શકે છે. પરંતુ તેનાથી લાખો લોકોને ફાયદો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે નાના લોનધારકોને આવી કોઈ રાહત આપવામાં આવતી નથી અને આ યોજના લાગુ કરવા માટે Personal Insolvency Chapter માં થોડા સુધારા કરવા પડશે. કોર્પારેટ મંત્રાલયએ આશા વ્યક્તિ કરી છે કે આવનાર ત્રણ મહિનામાં આ યોજનાને આખરી રૂપ આપવામાં આવશે.  આ રીતે યોજના આવનારી સરકાર સામે લાગુ કરવા માટે તૈયાર રહેશે.

અરજીઓ પર વિચાર કરવા માટે એક અલગ ટીમ હશે

આ યોજનાનો લાભ લેવા માટે Insolvency and Bankruptcy Bord Of India માં એક Online પ્રક્રીયા અંતર્ગત કામ કરવામાં આવશે અને તેમાં મળેલી અરજીઓ પર વિચાર કરવા માટે એક અલગ ટીમ હશે. માત્ર આ પ્રકારના દેવામાફી માટે અલગ સેલ બનાવવામાં આવે છે.

Related posts

હરિયાણાનાં મંત્રીનો નવજોતસિંહ સિદ્ધુ પર પ્રહાર, કહ્યુ, તહરીક એ ઈંસાફ જોઈન કરી લે

Mansi Patel

PSI દેવેન્દ્રસિંહ રાઠોડનાં આપઘાત મામલે પત્ની ન્યાયની માંગણી સાથે સચિવાલય પહોંચી

Mansi Patel

મર્જર બાદ દેશભરમાં 900 જેટલી શાખાઓ ઘટાડવાની તૈયારીમાં બેંક ઓફ બરોડા

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!