ઓપરેશન ઓલઆઉટ માટે આ હુમલો કાંટા સમાન, 200ને માર્યા છતાં 300 આતંકવાદીઓ હજુ કાશ્મીરમાં જ છે

પુલવામા હુમલો ઓપરેશન ઓલઆઉટને માટે સીધો પડકાર છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ તરફથી થઇ રહેલા દાવાઓ સામે સવાલ ઉઠ્યા છે. જો ઓપરેશન ઓલ આઉટથી આતંકવાદીઓને કમર તુટી ગઇ હતી તો પછી જૈશના આતંકવાદીઓ પુલવામા હુમલો કરવામાં કેવી રીતે સફળ થયા.

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલો દેશવાસીઓ અને શહીદ પરિવાર માટે જેટલો કષ્ટદાયક રહ્યો છે. તેટલો જ સુરક્ષા એજન્સીઓ માટે પડકાર બની ગયો છે. ઓપરેશન ઓલઆઉટમાં જૈશ-એ-મોહમ્મદના ઘણા ટોપ કમાન્ડર ઠાર મરાયા. જૈશની પાકિસ્તાન સ્થિત કેડર નબળી પડી ગઇ હતી પરંતુ એક સ્થાનિક આતંકવાદીના દમ પર જૈશએ પોતાની રચના બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો. આ હુમલા બાદ ઓપરેશન ઓલઆઉટમાં સુરક્ષાદળોને ફરીથી નવા પ્રકારે રણનીતિ બનાવવી પડશે.

ભારતીય સેનાએ અન્ય સુરક્ષાદળો સાથે મળીને 2017માં 217 આતંકવાદીઓ અને 2018માં 250 આતંકવાદીઓને કાશ્મીરમાં ઠાર માર્યા. જેમાં જૈશ-એ-મોહમ્મદના 80થી વધુ આતંકી છે. તેમજ 60 આતંકવાદી તો પાકિસ્તાન અને પીઓકેના હતા. ઓપરેશન ઓલઆઉટમાં જૈશના ઘણા ટોપ કમાન્ડરને ઢાળી દેવામાં આવ્યા. જેમાં નૂર તાંત્રે, તલા રાશિદ, મસૂદ અઝહરનો ભત્રીજો વગેરે સામેલ છે.

મસૂદ અઝહરનું સંગઠન કાશ્મીરમાં પોતાને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું હતુ. પરંતુ પુલવામા હુમલાથી જૈશ ઉપસ્થિતિ ફરી સામે આવી છે. આ પડકારનો સામનો કરવા માટે સુરક્ષા દળોએ નવેસરથી રણનીતિ બનાવવી પડશે. ગત વર્ષે 200થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા. તો તેની સામે 150થી વધુ આતંકવાદીઓને આતંકી સંગઠનોએ ભરતી પણ કરી. તેવામાં કાશ્મીરમાં હજુ પણ 300થી વધુ સ્થાનિક આતંકવાદીઓ છે. આ આતંકવાદીઓ પર સુરક્ષાદળોએ ગાળિયો વધુ મજબૂત કરવો પડશે. કારણ કે જૈશ-એ-મોહમ્મદની પાસે પીઓકેમાં પોતાની કેડર ઘણી ઓછી છે. જેથી તે સ્થાનિક આતંકવાદીઓના દમ ઉપર ભારતીય સુરક્ષા દળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter