GSTV
Home » News » LRDની પરીક્ષા માટે બે વિદ્યાર્થી બસ નીકળી ગયા પછી પહોંચ્યા, STના અધિકારીએ કરી આવી મદદ

LRDની પરીક્ષા માટે બે વિદ્યાર્થી બસ નીકળી ગયા પછી પહોંચ્યા, STના અધિકારીએ કરી આવી મદદ

ભાવનગરમાં એલઆરડી પરીક્ષા દરમિયાન એસટી વિભાગનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો. અહી બે ઉમેદવારો મોડા આવતા તેઓ ચિંતામાં મૂકાયા હતા. એકને ઘોઘા અને સીદસર જવાનું હતું. આખરે એસટીના વિભાગીય નિયામકે આ બંને ઉમેદવારને પોતાની ગાડીમાં પરીક્ષા સેન્ટર પર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જીલ્લામાં ૪૩ હજાર કરતા વધુ પરીક્ષાર્થીઓને લઇને એસ.ટીતંત્ર, વહીવટી તંત્ર તેમજ પોલીસે સંયુક્ત રીતે કામગીરી પૂર્ણ કરી હતી. પરીક્ષાર્થીઓ માટે ભાવનગર એસટી ડેપો તરફથી ૧૭૦ કરતા વધુ વાહનો મુકવામાં આવ્યા હતા. તેમજ વધુ વાહનોની જરૂરિયાતને પહોંચી વળવા એસટી તરફથી ૫૦ ખાનગી શાળાના વાહનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા આપી હતી.

Related posts

મંત્રી કુંવરજી બાવળીયાનાં વિસ્તારમાં બેફામ ભ્રષ્ટાચાર, વીડિયો વાયરલ થતા ખળભળાટ

Riyaz Parmar

તુવેર કૌભાંડમાં નવો ખુલાસો થાય તેવી શક્યતા, RTI અરજીમાં ફરિયાદી મામલતદાર સામે શંકાની સોય

Riyaz Parmar

તેરી બી ચૂપ,મેરી બી ચૂપ: અલપેશ ઠાકોરની ધમકીથી કોંગ્રેસનાં નેતાઓની બોલતી બંધ,કારણ કે…

Riyaz Parmar