ખ્રિસ્તીઓના પવિત્ર ધર્મગ્રંથ બાઇબલમાં ઘણા પવિત્ર સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિલોમનો પૂલ પણ આ પવિત્ર સ્થળોમાંથી એક છે . આ સ્થળ હવે સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે. છેલ્લા 2000 વર્ષમાં આ પહેલી વખત હશે જ્યારે સામાન્ય લોકો આ પવિત્ર સ્થળની મુલાકાત લેવા જઈ શકશે. આ જગ્યાના ખોદકામ માટે કરોડો રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. યહૂદી અને ખ્રિસ્તી બંને ધર્મના લોકો આ સ્થાન પર આસ્થા ધરાવે છે.
આ સ્થળની જાણ વર્ષ 2004માં થઈ હતી
ઈઝરાયેલમાં આ જગ્યા વિશે દાવો કરવામાં આવે છે કે અહીં ભગવાન ઈશુ ખ્રિસ્તે જન્મજાત અંધ વ્યક્તિને સાજા કર્યા હતા. આ સ્થળ લગભગ 2700 વર્ષ પહેલા જેરુસલેમ વોટર સિસ્ટમ હેઠળ બનાવવામાં આવ્યું હતું. હાલમાં આ જગ્યાનું ખોદકામ ચાલી રહ્યું છે. આ તમામ કામ અહીં પૂર્ણ થયા બાદ આ જગ્યાના અલગ-અલગ ભાગો એક પછી એક સામાન્ય લોકો માટે ખોલી નાખવામાં આવશે. આ સ્થળનો ‘પૂલ’ સાથેનો નાનો ભાગ લોકો માટે ખોલવામાં આવ્યો છે. જો કે આ પવિત્ર સ્થળને યોગ્ય રીતે ખોદવામાં થોડા ઘણા વર્ષો લાગી શકે છે. ઈઝરાયલે લગભગ ત્રણ વર્ષ પહેલા આ ધાર્મિક સ્થળના ખોદકામ માટે 800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ સ્થળની જાણ વર્ષ 2004માં ત્યારે થઈ હતી જ્યારે એક મજૂર અહીં અકસ્માત બાદ તૂટેલી પાઇપ રિપેર કરી રહ્યો હતો.
સિલોમના પૂલનું શું છે મહત્વ ?
જેરુસલેમના મેયર કહ્યું કે સિલોમના પૂલનું ઐતિહાસિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ છે. ઘણા વર્ષોથી આગાહી કર્યા પછી, આ સ્થાન કરોડો લોકોના આગમન માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પૂલ રાજા હિઝકિયાના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો. જેનું વર્ણન ‘બાઇબલ ઇન ધ બુક ઓફ કિંગ્સ II, 20:20’માં કરવામાં આવ્યું છે. મેયરે વધુમાં સમજાવ્યું કે સિલોમનો પૂલ અને તેની સાથે સંકળાયેલ તીર્થયાત્રાનો માર્ગ જેરુસલેમમાં ડેવિડ શહેરમાં સ્થિત છે. સિટી ઓફ ડેવિડ ફાઉન્ડેશન માટે આંતરરાષ્ટ્રીય બાબતોના નિર્દેશક ઝીવ ઓરેનસ્ટીને જણાવ્યું હતું કે આ સાઇટ ઘણા લોકો માટે મહત્વપૂર્ણ છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં