GSTV
Home » News » લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મીઓને મળશે કેશલેસ સારવાર

લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મીઓને મળશે કેશલેસ સારવાર

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગે મહત્વપુર્ણ નિર્દેશ જાહેર કર્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને કેશલેસ તબીબી સારવાર આપવાનો નિર્ણય કરાયો છે. ચૂંટણી દરમિયાન કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારી-અધિકારીઓને જિલ્લા લેવલની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજમાં કેશલેસ ઉપચાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.  રાજ્ય સરકારનાં આ નિર્ણયનો લાભ કેન્દ્રિય સુરક્ષા દળો, વીડિયોગ્રાફર્સ, ડ્રાઇવરો અને ક્લીનરને પણ મળી શકશે.

ચૂંટણી પંચનાં નિર્ણય પ્રમાણે રાજ્યનાં આરોગ્ય વિભાગે પરિપત્ર સરક્યુલેટ કર્યો છે. લોકસભા ચૂંટણીનાં ઇતિહાસમાં પહેલી વખત મહત્વપુર્ણ છે કે,કેન્દ્રિય ચૂંટણી પંચે પોતાનાં કર્મચારીઓને કેશલેસ ઉપચાર આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ગુજરાતનાં આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતનાં ચૂંટણી કમિશ્નર એસ.મુરલીક્રિષ્નાએ જણાંવ્યા પ્રમાણે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા સુરક્ષા દળો અથવા ચૂંટણી સુધી વ્યસ્ત રહેવા વાળા કર્મચારીઓને કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે. ઇમરજન્સીમાં ક્યાંય પણ દરેકને સારવાર મળે તે અમારો ઉદ્દેશ્ય છે. ચૂંટણી પંચનાં આદેશ પછી રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતામાં આવ્યું છે અને તે દિશામાં કામગીરી હાથ ધરી છે.

 આરોગ્ય વિભાગનાં જણાંવ્યા પ્રમાણે કોઇ પણ કર્મચારીને આરોગ્ય સેવાની જરૂરત ઉભી થાયતો તેઓ જિલ્લા લેવલની હોસ્પિટલ, સિવીલ હોસ્પિટલ અથવા નજીકની કોઇ પણ હોસ્પિટલમાં જઇ શકે છે. કેન્દ્રિય સુરક્ષા દળ અને પોલીસ કર્મચારીઓને પણ આસપાસની હોસ્પિટલમાં સારવાર મળી શકશે.

ગુજરાતમાં 52,000 કરતા વધારે મતદાન કેન્દ્રો છે. મતદાન કેન્દ્રો માટે હવે વીવીપેટ કર્મચારીઓને રાખવાની જરૂરત નથી. મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર,પોલિંગ અધિકારી અને બે મતદાન ધિકારી સહિત કુલ ચાર લોકોનો સ્ટાફ રહેશે. તેથી ગુજરાતનાં તમામ પોલીંગ બૂથ પર બે લાખ કરતા વધારે કર્મચારીઓ ફરજ બજાવશે.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel