GSTV
India News World ટોપ સ્ટોરી

ઈતિહાસમાં પહેલી વાર ધરતી પરથી રવાના થયેલુ રોકેટ ચંદ્ર સાથે અથડાશે, ચંદ્રયાનને પણ થશે અસર

રોકેટ

ઈતિહાસમાં પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે ધરતી પરથી રવાના થયેલું રોકેટ ચંદ્ર સાથે અથડાશે. એ દરમિયાન ચંદ્રને પ્રદક્ષિણા કરી રહેલા ભારતના મિશન ચંદ્રયાનને પણ આ અથડામણથી નુકસાન થાય એવી શક્યતા છે. ધરતી પર તો જાણે ટ્રાફીકથી અથડામણ થતી હોય પરંતુ ચંદ્ર પર થનારી આ અથડામણે વિજ્ઞાનીઓની ચિંતા વધારી છે, તો સામાન્ય જનતાની જિજ્ઞાસા વધારી છે.

રોકેટ

વાત જાણે એમ છે કે 2015માં ધરતી પરથી ઈલોન મસ્કની કંપની સ્પેસ-એક્સનું ફાલ્કન-9 રોકેટ રવાના થયુ હતું. એ રોકેટમાં અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશન (noaa)નો સેટેલાઈટ હતો. સામાન્ય રીતે ઉપગ્રહો લો-અર્થ (2000 કિલોમીટર સુધીની) કે પછી જિઓસિન્ક્રોનસ ઓરબિટ (36000 કિલોમીટર ઊંચી)માં ગોઠવાતો હોય છે. પરંતુ આ ઉપગ્રહ સ્પેસ ટેલિસ્કોપ પ્રકારનો હોવાથી તેને પૃથ્વી અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ જ્યાં એકબીજાનો છેદ કાપે એવા લેગ્રાન્જ પોઈન્ટ પર ગોઠવવાનો હતો.

રોકેટે નિર્ધારિત રીતે આ કામગીરી પાર પાડી હતી. સામાન્ય રીતે રોકેટનો બૂસ્ટર કહેવાતો ભાગ ધરતી પર પરત આવી જતો હોય છે. પરંતુ ફાલ્કન-9ની એ ફ્લાઈટમાં એટલું બળતણ ન હતું, કે એ પરત આવી શકે. એટલે રોકેટનો એ ભાગ ત્યાં જ તૂટી પડે એવુ આયોજન કરાયુ હતું. પરંતુ રોકેટે ઉપગ્રહ મુક્ત કર્યા પછી તેનામાં એટલી એનર્જી પણ ન હતી કે જાતે પોતાનો વિસ્ફોટ કરી શકે. એટલે બ્રેક ફેઈલ થઈ હોય એમ બૂસ્ટર રોકેટ આગળ વધી રહ્યું છે. હવે એ સીધું ચંદ્રની સપાટી પર જઈને અથડાશે અને નષ્ટ થશે. અથડામણ વખતે રોકેટની ગતિ અંદાજે 8 હજાર કિલોમીટર પ્રતિ કલાકની હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV